દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જંગનો આ 11મો મહિનો છે. તેમણે કહ્યું કે, આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે. હર્ષવર્ધને કહ્યું કે સપ્ટેમ્બર સુધી 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે. વેક્સિન સૌ પ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યાર પછી ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સને વેક્સિન આપવામાં આવશે. ત્યાર પછી 65 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે. પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે.
READ ALSO

- બનાસકાંઠા/ કાંકરેજના વડા ગામે કોરોના ભૂલાયો, કાર્યકરો અને આગેવાનો માસ્ક વિના જોવા મળ્યા
- કર્મચારીઓની રજાઓ વધીને થઈ શકે છે 300 અને બદલાશે PFના નિયમો, મોદી સરકાર આજે કરશે નિર્ણય
- 1 ફેબ્રુઆરીએ રજુ થશે સામાન્ય બજેટ, જાણો કેટલું અલગ હોય છે વચગાળાના બજેટથી
- એશિયાના 35 કરોડ લોકો પર તોળાતો ભુખમરો, કોરોનાને કારણે વધ્યા ખાદ્યાન્નના ભાવ: યુએન
- Amazonની Republic Day Saleમાં 70% સુધી ડિસ્કાઉન્ટ, આ રીતે જીતી શકો છો ઇનામ, મળશે ઘણો ફાયદો