GSTV
Ahmedabad Cricket Sports ટોપ સ્ટોરી

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદમાં 29મી મેના દિવસે રમાવાની છે. એ પહેલા ફાઈનલમાં પહોંચેલી બન્ને ટીમો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ અમદાવાદ આવી પહોંચી છે. જોકે રાજસ્થાન રોયલ્સે તો ક્વોલિફાયર મેચ પણ અમદાવાદમાં જ રમી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ અમદાવાદની ડબલ ટ્રી બાય હિલ્ટન હોટેલમાં ઉતરી છે. ઈસ્કોન મંદિર પાછળ બોપલ-આંબલી રોડ પર આવેલી આ હોટલમાં સમગ્ર ટીમ અને અન્ય મેમ્બર્સને ઉતારો આપવામાં આવ્યો છે.

જોકે બહુ ઓછા ચાહકોને ખબર છે કે ટીમ અહીં ઉતરી છે. તો પણ જેમને ખબર છે એવા થોડા-ઘણા ચાહકો હોટેલની બહાર આંટા મારતા જોવા મળ્યા હતા. હોટેલની બહાર આવેલા પાર્કિંગમાં રાજસ્થાન રોયલ્સની બસો પણ પડેલી જોવા મળી રહી છે.

આ ટીમ નિયમિત રીતે અહીંથી સ્ટેડિયમ સુધી પ્રેક્ટિસ કરવા જાય છે. એ વખતે બસમાં સવાર ટીમને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ રક્ષણ અને પાઈલટિંગ વાન આપવામાં આવે છે. દિવસમાં ઘણી વાર અમદાવાદીઓ રસ્તા પરથી સાઈરન વગાડતી ગાડી સાથે ક્રિકેટ ટીમની બસ નીકળતી જૂએ જ છે. મેચ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમ રાતે અહીં આવી પહોંચી હતી. તેનો વિડીયો પણ ટીમે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.

ડબલ ટ્રી બાય હિલ્ટન આંતરરાષ્ટ્રીય ફાઈવ-સ્ટાર હોટેલ ચેઈન છે. આ હોટેલનું બિલ્ડિંગ પણ તેના વિશિષ્ટ બાંધકામને કારણે ત્યાંથી નીકળતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.


27મી મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-ટુમાં જીતવા માટેના ૧૫૮ના ટાર્ગેટને રાજસ્થાને ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. બટલરે હર્ષલ પટેલની બોલિંગમાં વિજયી સિક્સર ફટકારી હતી. અગાઉ બેંગ્લોર તરફથી પાટિદારે લડાયક ૫૮ રન નોંધાવ્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો ન હતો. હવે રવિવારે તારીખ ૨૯મી મે ના રોજ અમદાવાદમાં જ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે.

2008માં સર્જાયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે આ વખતે ચેમ્પિયન બનવાનો બીજો ચાન્સ છે. 2008ની પહેલી સિઝનમાં જ આ ટીમ વિજેતા બની હતી. રસપ્રદ રીતે આ ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ અમદાવાદનું ક્રિકેટ મેદાન જ છે. એ ઉપરાંત મેલબોર્ન મેદાન પણ આ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે.

હિલ્ટન હોટેલ એક સદી જૂનું હોસ્પિટાલિટી ગ્રૂપ છે. 1919માં કોનાર્ડ નિકોલસ હિલ્ટને આ ગ્રૂપની સ્થાપના કરી હતી. આખી દુનિયામાં હવે આ ગ્રૂપની 620 હોટેલ્સ છે. જગતના કુલ 94 દેશોમાં તેની હોટેલ્સ અને રિસોર્ટ છે અને ગ્રૂપ પાસે કુલ સવા બે લાખ જેટલા રૂમ છે. જગતની સર્વોત્તમ કામ કરવા જેવી 100 કંપનીઓમાં હિલ્ટન હોટેલ ગ્રૂપનો સમાવેશ થાય છે.

READ ALSO:

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV