GSTV
Home » News » GSTમાં થયેલા ઘટાડા બાદ સૌથી વધુ ફાયદો આ ક્ષેત્રને થયો

GSTમાં થયેલા ઘટાડા બાદ સૌથી વધુ ફાયદો આ ક્ષેત્રને થયો

જીએસટી પરિષદે શુક્રવારે કેફીનયુક્ત પીણાં પરનો ટેક્સ લગભગ બમણાથી વધુ કરીને 40 ટકા કર્યો હતો અને હોટેલ રૂમના ટેરીફ પરના દરમાં ઘટાડો કર્યો હતો. જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે કેફીનયુક્ત બેવરેજીસ પરનો જીએસટી વર્તમાન 18 ટકાથી વધારીને 28 ટકા કરાયો છે ઉપરાંત તેના પર 12 ટકા વધારાનો સેસ પણ લાગશે. 

જીએસટીમાં હોટેલોને મોટી રાહત આપતાં પ્રતિ રાત્રી રૂ. 1000થી ઓછા ભાડા પર જીએસટી શૂન્ય રહેશે જ્યારે રૂ. 1,001થી રૂ. 7,500ના ભાડા ઉપર વર્તમાન 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગુ પડશે.

એ જ રીતે હોટેલમાં પ્રતિ રાત્રી રૂ. 7,500થી વધુના ભાડા ઉપર વર્તમાન 28 ટકાનો જીએસટી ઘટાડીને 18 ટકા કરાયો છે. વિવિધ ઉદ્યોગોની જીએસટી દરોમાં કાપની માગ વચ્ચે શુક્રવારે પણજી ખાતે ઉચ્ચ અિધકારો પ્રાપ્ત જીએસટી કાઉન્સિલની 37મી બેઠક યોજાઈ હતી. બેઠક પછી નિર્મલા સિતારામને જણાવ્યું કે સ્લાઈડ ફાસ્ટનર પર જીએસટી દર 18 ટકાથી ઘટાડી 12 ટકા કરાયો છે.

સમુદ્રી ઈંધણ પર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા, પથૃથરવાળા ગ્રાઈન્ડર પર 12 ટકાથી ઘટાડી 5 ટકા અને સુકી આંબલી પર 5 ટકાથી શૂન્ય ટકા જીએસટી કરાયો છે. ઉપરાંત ભારત બહારથી ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રની ચોક્કસ વસ્તુઓને જીએસટીમાં છૂટ અપાઈ છે. આઉટડોર કેટરિંગ પરનો ટેક્સ ઈનપુટ ટેક્સ ક્રેડિટ સાથે વર્તમાન 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. નવા દર 1લી ઓક્ટોબરથી લાગુ પડશે.

જીએસટી પરીષદ દ્વારા કોને કેટલી રાહત અપાઈ

 • * સરળ જીએસટી રીટર્ન લાગુ કરવાની સમય મર્યાદા વધારાઈ.
 • * નાના વેપારીઓને વાર્ષિક જીએસટી રીટર્ન ભરવામાંથી મુક્તિ.
 • * બે કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર પર જીએસટી રીટર્નમાંથી મુક્તિ.
 • * વર્ષ 2018-19 માટે જીએસટી રીટર્ન ભરવું નહીં પડે.
 • * રૂ. 7,500થી વધુના ભાડા ધરાવતી હોટેલ પર 28 ટકાના બદલે 18 ટકા ટેક્સ.
 • * રૂ. 1,001થી રૂ. 7,500 સુધીના ભાડા ધરાવતી હોટેલો પર 18ના બદલે 12 ટકા ટેક્સ.
 • * રૂ. 1,000થી ઓછા ભાડા ધરાવતી હોટેલો પર શૂન્ય જીએસટી.
 • * આઉટડોર કેટરિંગ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો.
 • * હીરાના જોબ-વર્ક પર જીએસટી 5 ટકાથી ઘટાડીને 1.5 ટકા કરાયો.
 • * અન્ય જોબ-વર્ક પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરાયો.
 • * 10-13 લોકોની ક્ષમતાવાળા પેટ્રોલ વાહનો પર કંપેનસેશન સેસમાં 1 ટકાનો જ્યારે ડીઝલ વાહનો પરના કંપેનસેશનમાં 3 ટકાનો ઘટાડો કરાયો.
 • * પોલીથીન બેગ પર 12 ટકા જીએસટી.
 • * કિંમતી સ્ટોનના પોલિશ અને કટિંગ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવાયો.
 • * વેરહાઉસિંગ પર જીએસટીમાં છૂટ. – ફૂલોમાંથી બનેલા કપ-પ્લેટ પર જીએસટી શૂન્ય કરાયો.
 • * જીએસટીઆર-9ને ‘સરળ’ કરાશે. – જીએસટીઆર-9સી પર કોઈ રાહત નહીં.
 • * રૂ. 2 કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોએ જીએસટીઆર9 ભરવું પડશે.
 • * ભારતમાં ઉત્પાદન નહીં થતા ચોક્કસ ડિફેન્સ ગૂડ્સ પર જીએસટીમાં છૂટ.
 • * રેલવેના વેગન અને કોચ પર જીએસટી 5 ટકા વધારી 12 ટકા કરાયો.
 • * બીસ્કીટ પર ટેક્સ ઘટાડવાની દરખાસ્ત ફગાવાઈ.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!