GSTV

કોલકાતા નાઇટ રાઇડર્સ કેમ મેચ હારી ગયું, આ રહ્યા કારણો

Last Updated on October 17, 2020 by Mansi Patel

આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે કોલકાતા નાઇટ રાઈડર્સની ટીમ જાયન્ટ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી હતી અને આ ટી20 મેચમાં તેનો આઠ વિકેટે કારમો પરાજય થયો હતો. કોલકાતાએ વિજયના માર્ગ પર આવવા તથા તેના નિયમિત સુકાની દિનેશ કાર્તિક પરનો બોજો હળવો કરવા માટે આ મેચથી ઇંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન સુકાની ઓઇન મોર્ગનને કપ્તાની સોંપી દીધી હતી. વર્તમાન સિઝનમાં કોલકાતા માટે આ સતત બીજો પરાજય હતો. આ ઉપરાંત મુંબઈ સામે આઇપીએલમાં 27 મેચમાંથી આ તેનો 21મો પરાજય હતો. કોલકાતાની ટીમના પરાજયના કેટલાક કારણો અહીં રજૂ કર્યા છે.


પ્રારંભ કંગાળ રહ્યો

ટોસ જીતીને પહેલા બેટિંગ કર્યા બાદ કોલકાતાનો પ્રારંભ કંગાળ રહ્યો હતો. પાવરપ્લેમાં છ ઓવરમાં તેઓ માત્ર 33 રન કરી શક્યા અને આ ગાળામાં રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણાની વિકેટો પણ ગુમાવી દીધી હતી.

શુભમન ગિલ અને દિનેશ કાર્તિક ઉપરા ઉપરી આઉટ થયા

કોલકાતાના ખરાબ દેખાવનું બીજું કારણ એ રહ્યું કે તેનો આધારભૂત ઓપનર શુભમન ગિલ અને અનુભલી બેટ્સમેન દિનેશ કાર્તિક ઉપરા ઉપરી બોલમાં આઉટ થઈ ગયા. આઠમી ઓવરમાં રાહુલ ચહરે બંનેને આઉટ કરી દીધા. એ વખતે ટીમનો સ્કોર માંડ 42 રન હતો.

આન્દ્રે રસેલની નિષ્ફળતા ભારે પડી રહી છે

વેસ્ટ ઇન્ડિઝનો ઝંઝાવાતી બેટસમેન આન્દ્રે રસેલ આ વખતે તેના મૂળ ફોર્મમાં દેખાતો નથી.. રસેલ જેમ જેમ નિષ્ફળ જાય છે તેમ તેમ કોલકાતાની તકલીફમાં વધારો થતો જાય છે. આ સિઝનમાં રસેલે ફરીથી નિરાશ કર્યા અને તે માત્ર 12 જ રન કરી શક્યો હતો.

બોલરોને પણ સફળતા મળી નહીં

મુંબઈ ઇન્ડિયન્સને માત્ર 149 રન કરવાના હતા પરંતુ કોલકાતાના બોલર આ સ્કોર ડિફેન્ડ કરી શક્યા નહીં. મુંબઈએ અત્યંત આસાનીથી બેટિંગ કરી અને ટારગેટ પાર કરી દીધો હતો. આ ઉપરાંત ઓપનર ક્વિન્ટન ડી કોકને જીવતદાન આપવામાં આવ્યું હતું જે ભારે પડી ગયું. એ વખતે તે માત્ર 24 રન પર બેટિંગ કરી રહ્યો હતો. ક્રિસ ગ્રીનના બોલે વરુણ ચક્રવર્તીએ તેનો કેચ છોડ્યો હતો. ડી કોક ત્યાર બાદ 78 રન ફટકારીને અણનમ રહ્યો હતો.

Related posts

પોસ્ટ ઓફિસની ખાસ સ્કીમ: 10 હજાર જમા કરીને બની જાઓ લખપતિ, મેચ્યોરિટી પર એક સામટા મળશે 16 લાખ રૂપિયા

Bansari

Insurance Policy / હવે ટર્મ પ્લાન ખરીદવા કરવી પડશે વધુ મહેનત, કંપનીઓ વધારી શકે છે પ્રીમિયમ

Harshad Patel

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!