GSTV

દેશનું ગૌરવ: 5 ખેલાડીઓ ખેલ રત્ન માટે થયા નોમિનેટ, અર્જુન એવોર્ડ માટે 29 ખેલાડીઓના નામ નક્કી

Last Updated on August 19, 2020 by pratik shah

ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ટેબલ ટેનિસ સ્ટાર માનિકા બત્રા અને પેરા ઓલિમ્પિકના ગોલ્ડમેડાલીસ્ટ એથ્લીટ મરિયપ્પન થાન્ગવેલુને ચાલુ વર્ષે દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર – રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જ્યારે ઈશાંત શર્મા સહિતના 29 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

ખેલ મંત્રાલય ભલામણો પર મારશે મંજૂરીની મહોર

ખેલ મંત્રાલયની 12 સભ્યોની સમિતિએ કરેલી ભલામણ પર હવે ખેલ મંત્રાલય ઔપચારિક રીતે જ મંજૂરીની મહોર મારશે. દેશના રાષ્ટ્રીય રમત દિવસ તારીખ 29મી ઓગસ્ટના રોજ એક વર્ચ્યુઅલ સમારંભમાં ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવશે.

રાષ્ટ્રીય રમત દિવસે એનાયત કરાશે પુરસ્કાર

ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોંધપાત્ર છે કે, રાષ્ટ્રીય રમત દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતા સમારંભમાં રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન એનાયત કરવામાં આવતું હતુ. જોકે કોરોનાના કારણે આ વર્ષે વર્ચ્યુઅલ સેરેમની યોજાવાની છે.

આ ખેલાડીઓને મળી શકે છે કે અર્જુન એવોર્ડ

અર્જુન એવોર્ડ માટે ક્રિકેટર ઈશાંત શર્મા, તીરંદાજ અતાનુ દાસ, મહિલા હોકી ખેલાડી દીપિકા ઠાકુર, કબડ્ડી પ્લેયર દીપક હૂડા, ટેનિસ ખેલાડી દિવિજ સરન સહિતના 29 ખેલાડીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.  રોહિત શર્મા તેંડુલકર, ધોની અને કોહલી બાદ ચોથો એવો ભારતીય ક્રિકેટર બનશે કે જને ખેલ રત્ન એવોર્ડ મળશે. ખેલ રત્ન એવોર્ડના ઈતિહાસમાં પહેલી વખત એક સાથે પાંચ ખેલાડીઓને આ સન્માન મળશે.

આ ખેલાડીઓને મળી ચૂક્યું છે રાષ્ટ્રીય સન્માન

અગાઉ વર્ષ 2016માં બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ, કુસ્તીબાજ સાક્ષી મલિક, જિમ્નાસ્ટ દીપા કરમાકર અને શૂટર જીતુ રાઈને સંયુક્તપણે આ સન્માન આપવામાં આવ્યું હતુ. ખેલ રત્ન એવોર્ડ અંતર્ગત ખેલાડીને મેડલ, સર્ટિફિકેટ તેમજ સાડા સાત લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

MUST READ:

Related posts

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!