દાહોદ પંથકનો એક દર્દનાક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક પ્રેમી યુગલને જાહેરમાં નગ્ન કરીને દોરડો બાંધીને બેફામ રીતે માર મરાયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પ્રેમી યુગલને સજા આપનાર 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ દ્રશ્ય જોઇને એવું લાગે કે માનવતા મરી પરવારી છે. આ દ્રશ્યો અમે આપને દર્શાવતા સંકોચ અનુભવી રહ્યા છીએ. કેમકે ભદ્ર સમાજ માટે આ દ્રશ્યો શરમજનક છે. કારણકે આ દ્રશ્યોમાં કેટલાક કહેવાતા સામાજીક આગેવાનો એક પ્રેમી યુગલને જાહેરમાં નગ્ન કરીને માર મારી રહ્યા છે.
દાહોદમાં માનવતાને શર્મશાર કરતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યુ હતું.અને ભોગ બનનાર યુવક યુવતીને છોડાવીને તેને સિવિલ સારવાર અર્થે ખસેડાયા હતા. તો આ પ્રેમી યુગલને માર મારનાર કુલ 5 લોકોની ધરપકડ કરી છે.

ઘટનાની વાત કરીએ તો કાળીયા લખણપુરની પરિણીતાને ઝાલોદના મુનખોસલા ગામના યુવક સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમી પંખીડાને પરિણીતાના પતિએ ઇડરમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ બંનેને કાળીયા લખણપુર લાવીને દોરડા વડે બાંધીને નગ્ન કરીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા દાહોદ એસપીએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને ત્યારબાદ પરિણીતાના પતિ સહિત માર મારનારા ટોળા સામે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત