GSTV
Home » News » આસામના તિનસુકિયામાં ઉગ્રવાદી હુમલો, છ યુવાનોના અપહરણ બાદ પાંચના મોત

આસામના તિનસુકિયામાં ઉગ્રવાદી હુમલો, છ યુવાનોના અપહરણ બાદ પાંચના મોત

આસામના તિનસુકિયામાં શકમંદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઉલ્ફા ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમને ગોળી મારી દીધી. ઉગ્રવાદીઓએ છ યુવાનોનું ગુરૂવાર સાંજે અપહરણ કરી લીધું હતુ. જે બાદ આ યુવાનોને બ્રહ્મપુત્ર નદીના કિનારે લઇ જવાયા અને તેમને ગોળી મારી દેવાઇ. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઇ જતાં સમયે મોત નિપજ્યું.

આ ઘટનામાં અન્ય એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આસામ પોલીસે જણાવ્યું કે આ ઘટના પાછળ ઉલ્ફા ઉગ્રવાદીઓનો હાથ છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ હુમલાની નિંદા કરી. તેમણે સવાલ કર્યો હતો કે શું આ એનઆરસીના કારણે થયું છે.

Related posts

અમિત શાહ સહિતના નેતાઓએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલી

Nilesh Jethva

અરૂણ જેટલીનું 67 વર્ષની ઉંમરે થયુ નિધન, રવિવારે નિગમબોધ ઘાટમાં કરાશે અંતિમ સંસ્કાર

Mansi Patel

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!