આસામના તિનસુકિયામાં શકમંદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઉલ્ફા ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમને ગોળી મારી દીધી. ઉગ્રવાદીઓએ છ યુવાનોનું ગુરૂવાર સાંજે અપહરણ કરી લીધું હતુ. જે બાદ આ યુવાનોને બ્રહ્મપુત્ર નદીના કિનારે લઇ જવાયા અને તેમને ગોળી મારી દેવાઇ. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઇ જતાં સમયે મોત નિપજ્યું.
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત
આ ઘટનામાં અન્ય એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આસામ પોલીસે જણાવ્યું કે આ ઘટના પાછળ ઉલ્ફા ઉગ્રવાદીઓનો હાથ છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ હુમલાની નિંદા કરી. તેમણે સવાલ કર્યો હતો કે શું આ એનઆરસીના કારણે થયું છે.