એક જ પરિવારનાં પાંચ લોકોનાં દીપ બુજાયા, સ્કોર્પિયો કાર સીધી વૃક્ષ સાથે અથડાઈ ગઈ

ઉત્તરપ્રદેશના આગ્રાના શાહગંજ થાણા વિસ્તારની પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક સ્કોર્પિયો કાર વૃક્ષ સાથે અથડાઈ. જેના કારણે આ દર્દનાક ઘટનામાં કાનપુરના પાંચ લોકોના મોત નીપજ્યા. મૃતકોમા ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે. ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેની હાલત ગંભીર છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને એસ.એન મેડીકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ જણાવ્યુ કે અત્યારે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

પોલીસે જાણકારી આપતા જણાવ્યુ કે તમામ લોકો કાનપુરના નૌબસ્તામાં રહેનાર છે અને તમામ એક સાથે સ્કોર્પિયોમાં રાજસ્થાનમાં બાલાજીના દર્શન કરવા ગયા હતા. શનિવારે સાંજે તમામ દર્શન કરીને કાનપુર પાછા ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના થઈ અને 5 લોકોના મોત થઈ ગયા. પોતાના નિવેદનમાં ઈજાગ્રસ્તોએ જણાવ્યુ કે અડધી રાત બાદ શાહગંજ થાણા વિસ્તારમાં ટાટા ગેટની પાસે ગાડી ચલાવી રહેલા યુવકને ઉંઘ આવી ગઈ. જેનાથી ગાડી અનિયંત્રિત થઈને વૃક્ષ સાથે ટકરાઈ ગઈ. ગાડીની ટક્કર એટલી તેજ હતી કે ગાડી સમગ્રરીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter