GSTV
Home » News » પરમાણું ટેકનોલોજીની ચોરી કરતા પકડાયા પાકિસ્તાની વૈજ્ઞાનિક, ભારતની ચિંતા વધશે !

પરમાણું ટેકનોલોજીની ચોરી કરતા પકડાયા પાકિસ્તાની વૈજ્ઞાનિક, ભારતની ચિંતા વધશે !

અમેરિકાએ પાંચ પાકિસ્તાનીઓ પર ચોરીછુપીથી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને મદદ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. રાવલપિંડીની એક કંપની બિઝનેસ વર્લ્ડ સાથે જોડાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લાગ્યો છે કે તેમણે પાકિસ્તાનના ન્યૂક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેકનોલોજીની સ્મલિંગ કરી.

સહાયક એટોર્ની જનરલ જોન ડેમેર્સએ એક નિવેદનમાં જણાવ્યું કે આરોપીઓએ અમેરિકાની વસ્તુઓની તસ્કરી કરી કે જેને પાકિસ્તાનના હથિયાર કાર્યક્રમની સાથેના સંબંધોના કારણે અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ગણવામાં આવે છે. અમેરિકાના ન્યાય મંત્રાલયે જણાવ્યું કે ગ્રેન્ડ જ્યૂરીએ આ પાંચેય લોકોની વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે.

આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.. પાંચેય પાકિસ્તાનીઓ કેનેડા, હોંગકોંગ અને ઇંગ્લેન્ડની સાથે સંબંધ ધરાવે છે. આરોપીઓ પર આંતરરાષ્ટ્રીય આપાત આર્થિક શક્તિ અધિનિયમ અને નિકાસ નિયંત્રણ સુધારા અધિનિયમના ઉલ્લંઘનનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

અમેરિકાના એસિસટેંટ એટોર્ની જનરલ જોન ડેમર્સે કહ્યું કે, આ પાંચેય પાકિસ્તાનીઓએ જે અપરાધ કર્યો છે તેનાથી અમેરિકા સહિત સમગ્ર દુનિયા અને માનવતાને ખતરો છે. આ કેટલાય દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છે. એટલા માટે એવું લાગે છે કે અમેરિકાએ પાસપોર્ટના નિયમોને વધારે સખ્ત કરવા પડશે.

READ ALSO

Related posts

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

Nilesh Jethva

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!