GSTV

દિલ્હીમાં ફરી સન્નાટો : એક જ પરિવારના 5 લોકોની ધારદાર હથિયારથી હત્યા

Last Updated on February 13, 2020 by Mayur

દેશની રાજધાની દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક જ પરીવારના 5 મૃતદેહ મળી આવતા સન્નાટો ફેલાઈ ગયો હતો. મૃતદેહો ઘણા દિવસ જુના હતા. પ્રથમ નજરમાં આ પાંચ લોકોની મોત આત્મહત્યાના રૂપમાં નજર આવી હતી. પરંતું હવે દિલ્હી પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમાં બહાર આવ્યું છે કે, એક જ પરીવારના આ પાંચ લોકોએ આત્મહત્યા નથી કરી પરંતું ધારદાર હથિયારથી તેમની હત્યા કરવામાં આવી છે.

બધાના ગળા અને શરીરના બીજા ભાગો પર ઘાના નિશાનો છે. દિલ્હી પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જોકે ઘરમાં કોઈ લૂંટફાટના નિશાન મળ્યા નથી. હત્યાનું કારણ જાણવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. સાથે સાથે આરોપીના શોધખોળની ગતી પણ વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ પરીવાર આ મકાનમાં ભાડે રહેવા આવ્યા હતા.

પરિવારમાં પતી- પત્ની અને તેમના ત્રણ બાળકો છે. ઘટનાના સમયે મકાનને બહારથી તાળું મારેલું હતું. અને મકાનમાંથી દુર્ગંધ આવતા પડોશીઓને શક ગયો અને આ મામલાની જાણ પોલીસને કરી. અને પોલીસે આવી તપાસ કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

READ ALSO

Related posts

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!