GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કાર લેવાનો હવે છે ઉત્તમ સમય : આ મહિનામાં લોન્ચ થઈ રહી છે આ પાંચ કારો, જાણો કોન બનશે કાર ઓફ ધ મંથ

જુલાઈ બાદ ઓગષ્ટમાં પણ ઓટોમોબાઈલ સેક્ટર માટે જબરજસ્ત રહેનારું છે. અનલોક-3 પછી મોટી છુટછાટો મળી રહી છે. પરંતુ હજુ પણ પબ્લીક ટ્રાન્સપોર્ટ શરૂ નથી થયું. જેના પગલે ખાનગી વાહનોનું વેંચાણ વધ્યું છે. ઓટોમોબાઈલ કંપનીઓના ગ્રાહકોનો આ મુડ સમજી રહી છે અને નવી ગાડીઓ ઉપર આશા રાખી રહી છે. જ્યાર જુલાઈમાં હોંડા સીટી, હોડા WR-V, એમજી હેક્ટર પ્લસ, હ્યુડાંઈ ટુસોં જેવી કારો લોન્ચ થઈ હતી. ત્યારે ઓગષ્ટમાં પણ કંઈક આવું જ થશે. આવો જાણીએ ઓગષ્ટમાં કઈ કાર લોન્ચ થનારી છે.

મારૂતિ સુઝુકી S-Cross પેટ્રોલ

મારૂતિ સુઝુકીનો ક્રોસ ઓવર એસયુવી S-Crossનું પેટ્રોલ વર્ઝન પાંચ ઓગષ્ટના રોજ લોન્ચ કરી રહ્યું છે. મારૂતિ પહેલા જ વિટારા બ્રેજાને માત્ર પેટ્રોલ એન્જીનમાં જ લોન્ચ કરશે. નવું 1.5 લીટર કે15 બી પેટ્રોલ એન્જીન 105 બીએચપીની પાવર અને 138 એનએમ ટોર્ક દે છે. નવી ક્રોસ ઓવર મેન્યુઅલ અને પહેલી વાર 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ગિયર બોક્સની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સમાચાર મળી રહ્યાં છે કે, ઓટોમેટીક વેરીઅન્ટ્સમાં SHVS માઈલ્ડ હાઈબ્રિડ ટેક્નોલોજીનું ફિચર દેવામાં આવી શકે છે. તેવામાં સ્માર્ટ પ્લે સ્ટુડીયો 2.0 ઈન્ટરફેસ પણ મળશે. નવી એસક્રોસની એક્સ શોરૂમ કિંમત 8.50 લાખ રાખવામાં આવી શકે છે.

કિઆ સોનેટ

લોન્ચ પહેલા જ કિઆની આ નાની એસયુવી સમાચારોમાં આવી રહી છે. કંપનીએ હાલમાં તેનું એક ટીઝર પણ જાહેર કર્યું છે. તો 25 હજાર રૂપિયામાં અનઓફિશીયલી બુકીંગ પણ શરૂ કરી છે. આ કાર ઓફ ધ ઓગષ્ટ 2020 થઈ શકે છે. કિઆ મોટર્સ પોતાની ત્રીજી કારને સાત ઓગષ્ટના રોજ લોન્ચ કરી રહી છે. વેન્યુ બાદ તે બીજી કાર હશે. જેમાં ઈન્ટેલીજેંટ મેન્યુઅલ ટ્રાન્સમિશનનું ફિચર મળશે. તેનું ઈન્ટીરીયર પણ જબરજસ્ત હશે. તેમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન મળશે. આ કારને સપ્ટેમ્બરમાં ઉતારી શકાય છે. આ કારની કિંમત આઠ રૂપિયાથી શરૂ થશે.

BS6 હોંડા જેજ ફેસલિફ્ટ

હોંડા WR-V અને હોંડા સીટી બાદ હોંડા હવે પ્રિમિયમ હેચબેકને નવા બીએસ-6 એન્જીન સાથે આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી છે. નવી જેજમાં બીએસ 6 1.2 લીટર પેટ્રોલ એન્જીન મળશે. જે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સીવાય સીવીટી ઓટોમેટીક ગીયરબોક્સની સાથે લોન્ચ થશે. આ એન્જીન 90 બીએચપીની પાવર અને 110 એનએમનો ટોર્ક દેશે. તેની શરૂઆતની કિંમત 5.50 લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે.

રેનો ડસ્ટર 1.3 લીટર ટર્બો પેટ્રોલ

કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં રેનો ડસ્ટરને નવા એન્જીનની સાથે લોન્ચ કરવા જઈ રહી છે. રેનોએ પહેલા આ વર્ષમાં તેમાં ડીઝલ એન્જીન બંધ કરવાનું એલાન કર્યું હતું. કારણ કે તેમાં બીએસ 6માનકોમાં અપગ્રેડ કરવું મોંઘુ સાબિત થઈ રહ્યું હતું. જે બાદ કંપનીએ ટર્બો એન્જીન લાવવાનો નિર્ણય કર્યો. કંપની તેમાં 1.3 લીટરનું 3 સિલિન્ડર ટર્બો એન્જીન દેશે, જે 153 બીએચપીની પાવર અને 250 એનએમનો ટોર્ક દેશે. કંપનીનું આ એન્જીન કિક્સમાં પણ દેવામાં આવ્યું છે. આ સેગમેન્ટમાં ક્રેટા, હેક્ટર અને સેલ્ટોસને પણ માત આપે છે. આ એન્જીન 6 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સની સાથે આવશે અને તેમાં ઓપ્શનલ સીવીટી ઓટોમેટીક ટ્રાન્સમીશનનું ફિચર પણ મળશે. તેની 15 ઓગષ્ટના રોજ લોન્ચ થવાની આશા સેવાઈ રહી છે.

મર્સિડીઝ બેંચ EQC

આ તમામ કારો સિવાય ઓગષ્ટમાં એક ખાસ કાર પણ લોન્ચ થનારી છે. આ મર્સિડીઝની પ્રિમિયમ કાર EQC છે. આ ઈલેકટ્રીક યુટીલીટી વ્હીકલના લોન્ચીગની સાથે કંપનીની પહેલી EQ બ્રાંડે દેશમાં પગ મુક્યો છે. આ માત્ર ફ્યુચરિસ્ટીક કાર હશે. પરંતુ દેખાવમાં ખુબસુરત હશે. તેનું ઈન્ટીરીયર ફણ બાકી મર્સિડીઝ કારોથી અલગ અને જબરદસ્ત હશે. તેમાં ડ્યુઅલ મોટર સેટઅપ મળશે. જેમાં એક આગળ અને બીજુ પાછળ એક્સલ પર દેવામાં આવશે. આ કાર 300 KW (402બીએચપી)ની પીક પાવર અને 765 એનએમનો ટોર્ક દેશે. તેની ડ્રાઈવ રેંજ 400 કિમીની આસપાસ રહેશે.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!