GSTV
Gujarat Government Advertisement

શું ઇલેક્ટ્રોનિક કાર ખરીદવી એક સારો વિકલ્પ છે ? આ પોઈન્ટ્સ જાણી કરો નિર્ણય

Last Updated on February 28, 2021 by Mansi Patel

ઇલેક્ટ્રિક વાહનો અંગે માનવામાં આવે ચ એકે સ્પીડ ઘણી ઓછી હોય છે. પરંતુ હજુ બજારમાં ઘણી એવી ઇલેક્ટ્રોનિક કાર છે જે 160 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ટોપ સ્પીડ આપે છે. જેમકે હુન્ડાઈની કોના ઇલેક્ટ્રિક અંગે કંપનીનો દાવો છે કે એની મહત્તમ સ્પીડ 167 KMPH છે. તો ત્યાં MG ZS EV પણ 140 KMPH પ્રતિ કલાક સ્પીડ આપે છે. બજારમાં સૌથી વધુ પસંદ આવવા વાળી Tata Nexonની ટોપ સ્પીડ પણ 120 KMPH છે.

વારંવાર ચાર્જ કરવું પડે છે ?

ઇલેક્ટ્રોનિક કરો અંગે બીજી મોટી માનતા છે કે એને વારંવાર ચાર્જ કરવું પડે છે અને એ વધુ દૂર જઈ શકતી નથી. પરંતુ આ વાત સાચી નથી. ઘણીં કંપનીઓની ઇલેક્ટ્રિક કાર એક વખત ફૂલ ચાર્જ થઇ ગઈ પછી આરામથી 400 કિમી સુધી જઈ શકે છે. આ લગભગ એટલું જ છે જેટલું એક વખતમાં ગાડીમાં પેટ્રોલ-ડીઝલને ફૂલ કરાવ્યા પછી ચાલે છે. ત્યાં જ ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઈકની વાત કરીએ તો એક ચાર્જમાં 70 કિમી ચાલે છે. હુન્ડાઈનો દાવો છે કે એમની કોના એક વખતમાં 452 કિમી, MGની ZS EV 340 કિલોમીટર અને Tata Nexon 312 કિલોમીટર ચાલે છે.

ઇલેક્ટ્રિક કાર મોંઘી હોય છે ?

લોકો વચ્ચે એક ભ્રમ છે કે ઇલેક્ટ્રિક કાર મોંઘી હોય છે, પરંતુ તમે કાર ખરીદવાની સાચા ખર્ચ પર વિચાર કરો તો લોન્ગ ટર્મમાં ઇલેક્ટ્રિક કાર સસ્તી પડે છે. ઉદાહરણ તરીકે બજારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની eVeritoની કિંમત 10 લાખ રૂપિયાની આજુબાજુ શરુ થાય છે જે એક સામાન્ય હેચબેક કારના મુકાબલે થોડી મોંઘી લાગે છે પરંતુ સરકાર ઇલેક્ટ્રોનિક કારને પ્રોત્સાહન આપવા અલગ અલગ પ્રકારની સબસીડી આપે છે, સાથે જ ઇલેક્ટ્રોનિક કારને રાખવા અને ઇંધણ પર થતો ખર્ચ સામાન્ય કારોની તુલનામાં ઘણો ઓછો છે. એવામાં જો લોન્ગ ટર્મની કારનો ખર્ચ તમને ઓછો થાય છે. એટલું નહિ બજારમાં ઇલેક્ટ્રોનિક કારની માંગ વધશે તો એની કિંમતમાં પણ ઘટાડો આવશે.

ચાર્જ થતા ઘણો સમય લાગે છે ?

ઇલેક્ટ્રોનિક વાહનો સાથે જોડાયેલ સૌથી મોટું મેથ છે એને ચાર્જ થતા ઘણો સમય લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં જો 240Vનું સામાન્ય સ્વીચ બોર્ડ છે જેમાં રાતભરમાં ઇલેક્ટ્રોનિક કારને રિચાર્જ કરી શકો છો. એટલું જ નહિ દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરોના રસ્તા પર જે ચાર્જિંગ સ્ટેશન હોય છે ત્યાં પણ અડધા કલાકથી લઇ એક કલાકમાં ઇલેક્ટ્રોનિક કાર ફૂલ ચાર્જ થઇ જાય છે.તો તમે જેટલા સમયમાં કોઈ રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરો છે એટલા સમયમાં તમારી ગાડી ફૂલ ચાર્જ થઇ જશે. એટલું જ નહિ શહેરોમાં Battery Swapping સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે જે મિનિટોમાં કારની બેટરી ફૂલ કરી શકે છે. ઇન્ડિયન ઓઈલ આ પ્રકરનું એક સેન્ટર ચંદીગઢમાં ખોલ્યું છે.

બેટરી વારંવાર બદલવું પડે છે

ઇલેક્ટ્રોનિક કારો સાથે જોડાયેલ એક મોટું મેથ એ પણ છે કે એની બેટરીની કિંમત ઘણી વધુ છે અને વારંવાર એને બદલવું પડે છે. પરંતુ કંપનીઓ પોતાની ઇલેક્ટ્રોનિક કારોની બેટરીની આઠ વર્ષની વોરંટી આપે છે. એવામાં એક બેટરી ઘણા લાંબા સમય સુધી તમારા ઇંધણના ખર્ચને બચાવ થશે. એનાથી વાહનનો ખર્ચ લાંબા સમય સુધી ઓછો પડે છે. જયારે સામાન્ય કારો પર કંપનીઓ લાખ કિલોમીટર અથવા પાંચ વર્ષ સુધી વોરંટી આપે છે. એના લિહજે પણ ઇલેક્ટ્રોનિક વાહન ખરીદવું એક સારો વિકલ્પ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી

Harshad Patel

ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત

Bansari

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!