GSTV

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Last Updated on September 17, 2021 by Zainul Ansari

આખા વિશ્વમાં અનેક પ્રકારના ખતરનાક સ્થળો આવેલા છે કે, જેના વિશે સાંભળીને લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે કે, જેમને નવા રોમાંચક અનુભવો મેળવવા ખુબ જ પસંદ હોય છે. ત્યારે આ લોકો માટે અમે આજે આ લેખમાં વિશ્વના પાંચ એવા ખતરનાક પુલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને ઓળંગવામાં સામાન્ય લોકોની હાલત ખરાબ થઇ જાય છે. તો ચાલો આ અંગે થોડી વિગતવાર માહિતી મેળવીએ.

કેરિક એ. રેડે રોપ બ્રિજ, યુકે :

આ બ્રીજ વિશ્વના સૌથી ખતરનાક બ્રિજની યાદીમાં પહેલા નંબરે આવે છે. આ પુલની લંબાઈ લગભગ ૨૦ મીટર છે અને તે નીચેના ખડકોથી લગભગ ૩૦ મીટર ઉપર છે. આ બ્રિજના રોમાંચને માણવા માટે દેશ-દુનિયાના અનેક પ્રવાસીઓ અહીં આવે છે. નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે.

હુસૈની હેંગિંગ બ્રિજ, પાકિસ્તાન :

આ યાદીમાં બીજા નંબરે આવે છે પાકિસ્તાનનો હુસૈની બ્રીજ. તે પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં આવેલું છે. આ પુલ હુંજા નદી પર બનાવવામાં આવ્યો છે, જે બે ગામોને જોડે છે. આ પુલને ઓળંગવું ખુબ જ જોખમકારક છે.

લંગકાવી સ્કાય બ્રિજ, મલેશિયા :

આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે લંગકવિ સ્કાય બ્રિજ કે, જે વર્ષ ૨૦૦૪ માં બનાવવામાં આવ્યો હતો. તે વિશ્વનો સૌથી લાંબો વળાંકવાળો પુલ છે. તે લગભગ ૬૬૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ વિશિષ્ટતાને કારણે જ ઘણા પ્રવાસીઓ ઘણીવાર તેનો આનંદ લેવા માટે અહીં આવે છે.

રોયલ ગોર્જ બ્રિજ, યુએસએ :

આ યાદીમાં ચોથા નંબરે આવેલ આ બ્રિજ અરકાનસાસ નદી પર સ્થિત છે. તેની ઊંચાઈ આશરે 955 ફૂટ છે. આ અમેરિકાનો સૌથી ઉંચો સસ્પેન્શન બ્રિજ છે. આ પુલ વર્ષ 1929 માં બનાવવામાં આવ્યો હતો. આ સ્થળે રોમાંચ મેળવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ગ્લાસ બોટમ બ્રિજ, ચીન :

આ યાદીનો છેલ્લો બ્રિજ ચીનમાં સ્થિત છે. આ આખો પુલ કાચનો બનેલો છે. આ કારણોસર તેની ટોચ પર ચાલતી વખતે નીચેની ઊંચાઈ સ્પષ્ટપણે દેખાય છે. આ કારણોસર, ઘણા લોકો ભયને કારણે તેને સંપૂર્ણપણે પાર કરી શકતા નથી. તે અધવચ્ચેથી પાછા આવે છે. તે લગભગ 1230 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યું છે. આ પુલની લંબાઈ 984 ફૂટ છે. તેનું નામ વિશ્વના સૌથી ઊંચા બ્રિજમાં સામેલ છે.

Read Also

Related posts

Jab We Met / સગાઈ માટે છોકરો જોવા આવે તેના એક દિવસ પહેલા જ તરૃણી ગાયબ

Bansari

રસીકરણમાં ભારતના માસ્ટરસ્ટ્રોક પર વિશ્વના સૌથી ધનિક મનુષ્ય થયા ફિદા, આખી દુનિયાને આપી આપણી પાસેથી કંઈક શીખવાની સલાહ

Pritesh Mehta

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!