GSTV

ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપતી આ સ્કીમમાં થયા આ 5 મોટા ફેરફાર, લાખો રૂપિયાનો ફાયદો ઉઠાવવાની છેલ્લી તક

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને શરૂ થયે આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ યોજનામાં પાંચ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જે પ્રત્યેક ખેડૂતને વાર્ષિક 6000  રૂપિયાની રોકડ સહાય આપવા શરૂ કરેલી આ યોજનામાં પાંચ મોટા બદલાવ કરવામાં આવ્યા છે. જેની સાથે ખેડુતોને છ હજાર રૂપિયાની સહાયથી વધુ ફાયદો થવાનો છે. મોદી સરકારે આ યોજનાની  ઔપચારિક શરૂઆત 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ગોરખપુરથી કરી હતી.

જણાવી દઈએ કે સરકારે પીએમ-કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે 15 દિવસની વિશેષ અભિયાન શરૂ કર્યુ છે. આગામી 15 દિવસ સુધી તમામ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તેના દ્વારા ખેતી માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન 4 ટકાના દરે ઉપલબ્ધ છે. તમે 25 ફેબ્રુઆરી સુધી કેસીસી બનાવવાનો લાભ લઈ શકો છો.

આ છે તેનાં મહત્વપૂર્ણ બદલાવો

કોઈ પણ સ્ટેટસ જોઈ શકશે

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે અને હજી સુધી બેંક ખાતામાં પૈસા આવ્યા નથી, તો તેની સ્થિતિ જાણવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈપણ ખેડૂત ભાઈ પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાનો આધાર, મોબાઇલ અને બેંક ખાતા નંબર દાખલ કરીને તેમનું સ્ટેટસ જાણી શકે છે.

લાભ મેળવવા માટે તમે નોંધણી કરાવી શકો છો

હવે કોઈ ખેડૂતને આ યોજના હેઠળ નોંધણી કરાવવા માટે અધિકારીઓ પાસે જવું પડશે નહીં. કોઈપણ ‘કિસાન પોર્ટલ’ પર જઈને જાતે પોતાની નોંધણી કરાવી શકે છે. તેનો હેતુ તમામ ખેડૂતોને યોજના સાથે જોડવાનો છે અને નોંધાયેલા લોકોને સમયસર લાભ પહોંચાડવાનો છે. કૃષિ મંત્રાલયની આ સુવિધા શરૂ થયા પછી, રાજ્ય સરકારો હવે ભૂલો સુધારવા અને ખેડૂતોની વિગતોની ચકાસણી કરવામાં થોડો સમય લેશે.

કેસીસીને આની સાથે લિંક કરવામાં આવ્યુ છે

મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહેલા તમામ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) આપવાનું પણ નક્કી કર્યું છે. એટલે કે, પીએમ-કિસાન યોજનાને કેસીસી સાથે જોડવામાં આવી છે. આ સાથે 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4 ટકાના દરે મળશે.

દેશમાં હાલમાં 6.67 કરોડ સક્રિય કિસાન ક્રેડિટ કાર્ડ્સ છે. પીએમ-કિસાન સન્માન નિધિના લગભગ 3 કરોડ લાભાર્થીઓ છે જેમની પાસે કેસીસી નથી. બેંકો પાસે પહેલેથી જ પીએમ-કિસાન લાભાર્થીઓ વિશેની મોટાભાગની માહિતી હોવાથી, બેંકોને ખેડૂતોને કેસીસી આપવામાં મુશ્કેલી પડશે નહીં.

કેસીસી માટે પાક વીમો કરવવાથી છૂટ

પહેલાં કિસાન ક્રેડિટ કાર્ડ લીધેલા ખેડૂતોને પાક વીમા યોજના (PMFBY) માં ખેડૂત ન ઇચ્છે તો પણ જોડાવું પડતું હતું. તેને પીએમ કિસાન યોજના સાથે જોડ્યા પછી પાક વીમો હવે સ્વૈચ્છિક બનાવવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ દેશના લાખો ખેડુતોને રાહત મળે તેવી અપેક્ષા છે.

પહેલાં નાના ખેડૂતો માટે હતી, હવે તે દરેક માટે છે.

જ્યારે ડિસેમ્બર 2018 માં આ યોજના હેઠળ નાણાંની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે હતી. આ અવકાશમાં માત્ર 12 કરોડ ખેડૂત આવતા હતા. તેથી તેનું બજેટ 75 હજાર કરોડ નક્કી કરાયું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી 2019 પહેલા ભાજપે તેના ઠરાવ પત્રમાં વચન આપ્યું હતું કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો તમામ 14.5 કરોડ ખેડુતોને લાભ મળશે. બીજેપી જીતી ગયુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળની પહેલી કેબિનેટ બેઠકમાં વાયદો પુકો કર્યો. તેની સાથે જ સ્કીમનું ફંડ વધારીને 87 હજાર કરોડ કરી દેવામાં આવ્યુ હતુ.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!