GSTV

આજે સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે કે રામ-જન્મભૂમી વિવાદ કેસ મુદ્દે સુનાવણી કેવી રીતે કરવી?

ram mandir verdict

દેશમાં બહુચર્ચિત રામ-જન્મભૂમી વિવાદ કેસની આજથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. આ સુનાવણી સીજેઆઇ રંજન ગોગોઇની આગેવાનીવાળી પાંચ જજોની ખંડપીઠમાં થશે. આજની સુનાવણીમાં નક્કી થશે કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી દરરોજ થશે કે પછી અન્ય કેસની જેમ જ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસને પોતાની પ્રાયોરીટીમાં મુકશે કે નહીં. સામાન્ય રીતે બંધારણીય ખંડપીઠ કોઇ મુદ્દે બેસે તો તે જ કેસની સુનાવણી હાથ ધરે છે. આવી સુનાવણી સપ્તાહમાં મંગળવાર, બુધવાર અને શુક્રવારના રોજ યોજાય છે. આ પહેલા 4 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે માત્ર 60 સેકન્ડમાં સુનાવણી આટોપી લીધી હતી. અને વધુ સુનાવણી માટે 10 જાન્યુઆરીની તારીખ નક્કી કરી દીધી હતી.

આ પહેલા અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ મહાસભાના વકીલે કહ્યું હતુ કે જો નવી ખંડપીઠ કેસની સુનાવણી દરરોજ કરે તો વર્ષો જૂનો આ વિવાદ 60 દિવસમાં ઉકેલાઇ જશે. હિન્દુ મહાસભાના વકીલે કહ્યું હતુ કે તે સુનાવણી દરમિયાન ખંડપીઠ સમજ પોતાની વાત રાખશે. અને દરરોજ સુનાવણી માટે કોર્ટને અપીલ કરશે. તેમણે કહ્યું કે આ કેસમાં બંને પક્ષો તરફથી પોતાના પક્ષ રજૂ થઇ ચુક્યા છે. ડોક્યુમેન્ટ્સનું આદાન-પ્રદાન થઇ ચુક્યું છે. ટ્રાન્સલેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચુકી છે.

અયોધ્યા કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ જજોની જે ખંડપીઠની રચના કરી છે તેની આગેવાની ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ કરી રહ્યા છે. આ ખંડપીઠમાં જસ્ટિસ એસએ બોબડે. જસ્ટીસ એનવી રમના. જસ્ટિસ યૂયૂ લલિત. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ સામેલ છે. સુનાવણી કરનારી ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઉપરાંત તે ચાર જજ છે કે જેઓ ભવિષ્યમાં ચીફ જસ્ટિસના પદ માટે દાવેદાર છે. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ જ પાંચ જજની ખંડપીઠની રચના કરી હતી.

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!