GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

એરસ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને એલઓસી પર સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતના 15 સ્થળોને બનાવ્યા નિશાન

Army killed 4 terrorists

ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી ગભરાયેલા પાકિસ્તાને એલઓસી પર ફરી ગોળીબાર કર્યો છે. રઘવાયેલા બનેલા પાકિસ્તાને એલઓસી પર અનેક સ્થળોએ સ્થળોએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાની સૈન્યએ પુંછ, અખનૂર, મેંઢર, કૃષ્ણા ઘાટી, નૌશેરા, બાલકોટ, માનકોટ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં ભારતના 10 જવાનો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એલઓસી નજીક પાકિસ્તાને ભારતના 15 સ્થળોને નિશાન બનાવ્યું.તો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનની પાંચ પોસ્ટ નષ્ટ કરી દીધી છે.

પાકિસ્તાને સરહદ નજીક રહેણાંક વિસ્તારમાં મોર્ટાર મારો કર્યો. અને સિયાલકોટમાં ટેંકોનો ઉપયોગ કર્યો. તો પુંછ અને રાજૌરીમાં એલઓસી પાસેપાંચ કિલોમીટર વિસ્તારમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. સરહદ પર પાકિસ્તાને અકારણ શરૂ કરેલા ફાયરિંગના કારણે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. જો કે ભારતીય સૈન્ય દ્વારા પણ તેનો વળતો જવાબ આપવામાં આવ્યો.

ભારતની એર સ્ટ્રાઇક બાદ એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇમરજન્સી બેઠક બોલાવી. બીજી તરફ એલઓસી પર પાકિસ્તાની સૈન્યએ કારણ વગર ફાયરિંગ શરૂ કર્યું હતું. પરંતુ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની કોઇ પણ કાર્યવાહીનો વળતો જવાબ આપવા સજ્જ છે. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે.

Related posts

પટનામાં 200 કેસથી લાગ્યું સંપૂર્ણ લોકડાઉન: રુપાણી રાજમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં રોજ 200 કેસ છતાં છે અનલોક

Harshad Patel

રાજ્યમાં કોરોના બેકાબુ, સતત 5મા દિવસે 700થી વધુ પોઝીટીવ સાથે 7 દિવસમાં 5100થી વધુ લોકો સંક્રમિત

Harshad Patel

Coronaનો પ્રકોપ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં પોઝીટીવ કેસની સંખ્યા રોકેટગતિએ વધી 783, 16 દર્દીનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!