GSTV

જમ્મુ-કાશ્મીર સેક્સ સ્કેન્ડલ : પૂર્વ ડીજીપી-ડીસીપી સહિત 5 દોષિત

12 વર્ષ જૂના જમ્મુ-કાશ્મીર સેક્સ સ્કેન્ડલ કેસમાં બુધવારે સીબીઆઈ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે પૂર્વ ડીજીપી અને ડીએસપી સહિત પાંચ લોકોને બળાત્કારના દોષી ઠેરવ્યાં છે, જ્યારે 2 લોકોને છોડી મૂક્યા છે. હવે આ સેક્સ સ્કેન્ડલ કેસમાં કોર્ટ 4 જૂને સજા સંભળાવશે.

કોર્ટે જે લોકોને દોષી ઠેરવ્યા છે તેમાં બીએસએફના પૂર્વ ડેપ્યુટી ઈન્સ્કપેક્ટર જનરલ કેએસ પાઢી, પૂર્વ સુપરિડેન્ડન્ટ ઑફ પોલીસ મોહમ્મદ અશરફ મીર અને ત્રણ સ્થાનિક યુવક છે. શબ્બીર અહમદ લેવાય, શબ્બીર અહમદ લાંગહૂ અને મૌસાદ અહમદ. જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ મેહરાજ ઉદ દીન મલિક અને અનિલ સેઠીને છોડી મૂકવામાં આવ્યાં છે.

આ મામલો શ્રીનગરમાં વર્ષ 2006માં સામે આવ્યો હતો જ્યારે 15 વર્ષિય યુવતીની સાથે કરવામાં આવેલી પોર્નોગ્રાફિક સીડી પોલીસને સોંપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં સેક્સ સ્કેન્ડલ ઘણાં વીવીઆઈપી લોકોની સંડોવણીનો ભાંડાફોડ થયો હતો. પોલીસે આ કેસમાં ગિરોહના સરગના સબીના અને બે છોકરીઓ સાથે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમ્યાન 56 લોકો અંગે જાણવા મળ્યું, જે આ સેક્સ રેકેટમાં સામેલ હતાં.

સબીના અને તેના પતિ અબ્દુલ હમીદ બુલ્લાહ આ રેકેટ ચલાવી રહ્યાં હતાં. જેની પર તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, કેસ લાંબાગાળા સુધી ચાલ્યો હોવાથી તેમનું મોત થયુ હતું. આ સ્કેન્ડલમાં સંડોવણીના આરોપોને પગલે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વર્ષ 2009માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

Related posts

હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ

Mansi Patel

ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા

Sejal Vibhani

કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!