GSTV

4 સગીર છોકરીઓ પર સામૂહિક બળાત્કાર, મકરસંક્રાંતિનો મેળો જોઈને પાછી ફરી રહી હતી

Last Updated on January 16, 2020 by Karan

ખૂંટીનાં કાલા માટીમાં ચાર સગીર છોકરીઓ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના ગુરૂવારે સામે આવી છે. આ ઘટા બુધવાર સાંજની છે. દરેક છ છોકરીઓ મકરસંક્રાંતિ પર રંગ રોડી મેળો જોઈને તેમના ઘરે ફૂંદી ગામમાં પાછી ફરી રહી હતી. આરોપીઓએ છોકરીઓને એકલી જોઈને પકડી હતી. ત્યારે ત્યાંથી બે છોકરીઓ ભાગવામાં સફળ રહી હતી. જ્યારે 4 છોકરીઓને આરોપીઓએ પકડી લીધી અને હાતૂદામી ગામમાં લઈ ગયા હતા. ત્યાં એક ઘરમાં છોકરીઓ સાથે દુષ્કર્મ કર્યુ હતુ.

ઘટના ખૂંટી જીલ્લાના હાદૂતામી ગામની છે. છોકરીઓની ઉંમર 12થી 15 વર્ષની વચ્ચેની છે. બધી જ છોકરીઓ પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતી હતી. પીડિતાએ જણાવ્યુ હતુકે, તેઓ મેળો જોઈને પાછી ફરી રહી હતી. રસ્તામાં ત્રણ બાઈકો ઉપર છ છોકરાઓ આવ્યા હતા અને અમને લઈ ગયા હતા. જેમાં એક આરોપી છોકરીની સાથે જ ભણે છે. જ્યારે બાકીઓની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે પિડીતાઓ સાથે પુછપરછ કર્યા બાદ તેમને મેડિકલ માટે મોકલી દીધી છે.

પરિવારનાં લોકોને પુષ્કર મુંડાનાં ઘરેથી મળી છોકરીઓ

ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહેલી બે યુવતીઓએ પીડિત પરિવારને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીઓને બચાવી હતી. આ ઘર પુષ્કર મુંડાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપીઓમાં પુષ્કર મુંડાના પુત્રનો પણ સમાવેશ છે. પરિવારે આ ઘટના અંગે મુખિયાને જાણ કરી હતી. મુખિયાએ પોલીસને જાણ કરી. પોલીસે આરોપીની ઓળખ કરી છે. હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

2018 માં ગેંગરેપની ઘટના બની હતી

2018 માં, ખુંટીના કોચાંગ વિસ્તારમાં નાટક મંડળીની 5 છોકરીઓ પર ગેંગરેપ થયો હતો. જેમાં સાત લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેટલાક આરોપીઓ પત્થરગઢીના સમર્થક પણ હતા. છોકરીઓ કોચાંગની સ્ટોપમેન મિડલ સ્કૂલમાં સ્ટ્રીટ નાટકો રજૂ કરી રહી હતી. 15 મિનિટ પછી, બે બાઇક પર સવાર પાંચ લોકો ત્યાં પહોંચ્યા. ગનપોઈન્ટ પર ત્રણ યુવકો યુવતીઓને કારથી બહાર લઇ ગયા હતા અને તેમની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!