GSTV
Gujarat Government Advertisement

ધોનીની કરિયરના પાંચ નીડર નિર્ણયો જેણે દરેકને ચોંકાવી દીધા… પણ ભારતને સફળતા અપાવી

ધોની

Last Updated on August 18, 2020 by Arohi

ભારતના 74મા સ્વાતંત્ર્ય દિવસે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના આ ભૂતપૂર્વ સુકાનીએ તેની કરિયરમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી.  યુવાન કેપ્ટન તરીકે ધોનીનો ઉદય થયો હતો. ભારતીય ક્રિકેટમાં તે તેના નીડર નિર્ણયો લેવા માટે જાણીતો બન્યો હતો અને આમ કરીને તેણે ભારતીય ક્રિકેટની સિકલ બદલી નાખી હતી.

હવે તે આ વખતે આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાનો છે. આ તેની બીજી ઇનિંગ્સ કહી શકાય. અહીં તેના એવા પાંચ નિર્ણયની વાત કરી છે જેનાથી તેણે ભારતીય ક્રિકેટનું ભાવિ બદલી નાખ્યું હતું.

જોગિન્દર શર્માને છેલ્લી ઓવર આપવી

2007માં આઇસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં હરભજનની એક ઓવર બાકી હતી તેમ છતાં ધોનીએ અત્યંત મહત્વની એવી છેલ્લી ઓવર નવાસવા જોગિન્દર શર્માને આપી હતી. પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતવા માટે એ ઓવરમાં 15 રનની જરૂર હતી અને મિસબાહ ઉલ હક 35 બોલમાં 37 રન ફટકારીને રમી રહ્યો હતો.

મિસબાહે 17મી ઓવરમાં હરભજનની બોલિંગમાં ત્રણ સિક્સર  ફટકારી હતી. આમ ધોનીએ ચાન્સ લીધો અને જોગિન્દરને ઓવર આપી. પહેલો બોલ વાઇટ હતો. ત્યાર બાદ મિસબાહે સિક્સર ફટકારી પરંતુ અંતે તે શોર્ટ ફાઇનલેગ પર શ્રીસંતને કેચ આપી બેઠો અને ધોનીએ વર્લ્ડ ટાઇટલ સાથે પોતાની કપ્તાનીનો પ્રારંભ કર્યો.

ધોની

ગાંગુલી-દ્રવિડને વન-ડેમાંથી પડતા મૂક્યા

2008માં ધોનીએ હિંમત કરીને બે દિગ્ગજ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને વન-ડેમાંથી પડતા મૂકી દીધા. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ત્રિકોણીય સિરીઝ માટેની ટીમમાંથી આ બંનેને બહાર રખાયા અંગે બોર્ડના તત્કાલીન સેક્રેટરી નિરંજન શાહે ખુલાસો કર્યો હતો કે ફિલ્ડિંગની ક્ષમતા પર ભાર મૂકાયો હતો કેમ કે ભારતીય ટીમમાં યુવાન ફિલ્ડરની જરૂર હતી.

આ પ્રસંગ બાદ ભારતીય ટીમ અત્યાર સુધી એકદમ તીવ્ર બની ગઈ છે અને એ વખતે ભારતે પહેલી વાર ઓસ્ટ્રેલિયન ધરતી પર સિરીઝ જીતી હતી.

વર્લ્ડ કપની ફાઇનલમાં પાંચમા ક્રમે રમવા આવવું

વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રીલંકા સામેની ફાઇનલ મેચ તો કોણ ભૂલી શકે. 2011ના એપ્રિલની એ ફાઇનલમાં ભારતને 275 રન કરવાના હતા. સેહવાગ, સચિન અને કોહલી આઉટ થઈ ગયા હતા અને સ્કોર હતો 161.  યુવરાજસિંઘ એ વર્લ્ડ કપનો હિરો હતો પરંતુ તેને પાછળ રાખીને ખુદ ધોની પાંચમા ક્રમે રમવા  મેદાનમાં આવ્યો. ભારતીય ફેન્સ આશ્ચર્યમાં હતા પરંતુ અંતે ધોનીએ સિક્સર ફટકારીને ટીમને ટાઇટલ અપાવ્યું હતું.  તેણે અણનમ 91 રન ફટકાર્યા હતા.

ધોની

2012-13માં સચિન/સેહવાગ અને ગંભીરની અદલાબદલી કરી

ભારતમાં ક્રિકેટની રમત કરતાં તેના ખેલાડીઓની પૂજા થતી હોય છે અને તેમને ભગવાન મનાય છે. આથી જ કેટલાક ક્રિકેટર ડ્રેસિંગ રૂમ કરતાં મેદાન પર વધારે જોવા મળે છે પરંતુ ક્યારેક તેમને પણ ડ્રેસિંગરૂમમાં ટીવી પર મેચ નિહાળવી પડે છે. ધોનીએ આ કલ્ચરમાં ફેરફાર કરી દીધો. તેણે 2008માં સારા ફિલ્ડરની પસંદ કરવા શરૂ કર્યા. 2012માં ઓસ્ટ્રેલિયામાં સીબી સિરીઝ વખતે તેણે સચિન તેંડુલકર, સેહવાગ અને ગૌતમ ગંભીર માટે રોટેશન પદ્ધતિ અપનાવી હતી. આમ આ ત્રણ ખેલાડી ક્યારેય એક જ મેચમાં સાથે દેખાયા નહીં.

રોહિત શર્માને ઓપનર તરીકે પ્રમોટ કર્યો

2013 ધોની માટે ખાસ વર્ષ રહ્યું કેમ કે આ વર્ષે તે એવો પ્રથમ કેપ્ટન બન્યો જેણે ટી20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ જ વર્ષે તેણે રોહિત શર્માને ઓપનર તરીકે પ્રમોટ કર્યો હતો. આજે પણ રોહિત ઓપનર તરીકે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તે 2007થી વન-ડેમાં રમતો હતો પરંતુ ટીમમાં કાયમી સ્થાન કે સાતત્ય દાખવી શક્યો ન હતો. અત્યારે તે મજબૂત સ્થિતિમાં છે અને 2019ના વર્લ્ડ કપમાં તો તેણે પાંચ સદી પણ ફટકારી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!