GSTV
Gujarat Government Advertisement

સ્વાસ્થ્ય / 40 વર્ષ વટાવ્યા પછી મહિલાઓ માટે આ 5 ટેસ્ટ ખૂબ જ જરૂરી, ખતરનાક રોગો અંગે આપે છે સંકેત

Last Updated on June 10, 2021 by Zainul Ansari

મહિલાઓનું શારીરિક સ્વાસ્થ્ય પુરુષોની સરખામણીમાં વધુ જટિલ અને સંવેદનશીલ હોય છે. જેના કારણે તેમણે તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં ઘણીવાર વધતા જતા સ્તરો, પીરિયડ્સ અને વધતી ઉંમરને લીધે, તેમને વધુ શારીરિક નબળાઇ અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી નિષ્ણાતોના જણાવ્યા મુજબ 40 વર્ષની વય પછી મહિલાઓએ નિયમિત અંતરાલે કેટલાક ટેસ્ટ કરાવવા જોઈએ. જેથી સમયસર કોઈપણ આવનારા જોખમને ટાળી શકાય. ચાલો જાણીએ કે મહિલાઓ માટે 40 વર્ષની ઉંમર પછી ક્યા ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જે ખતરનાક રોગો અંગે સંકેત પણ આપે છે.

કયા 5 ટેસ્ટ મહિલાઓ માટે જરૂરી

બ્રેસ્ટ કેન્સર ટેસ્ટ

મહિલાઓની શારીરિક રચનામાં સ્તન સૌથી મોટો તફાવત ઉત્પન્ન કરે છે. કોઈ પણ ઉંમરની મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ હોઇ શકે છે, પરંતુ આ જોખમ વધતી ઉંમર સાથે વધે છે. તેથી જો તમારી ઉંમર 40 વટાવી ગઈ હોય, તો પછી બ્રેસ્ટ એગ્ઝામિનેશન કરાવવાનું ભૂલશો નહીં. બ્રેસ્ટ એગ્ઝામિનેશન કરવા માટે કરવા માટે તમે દર બેથી ત્રણ અઠવાડિયામાં ઘરે જ શારીરિક તપાસ કરાવી શકો છો. તેના માટે તમે તેને સ્પર્શ કરીને ચકાસી શકો છો કે તેમાં કોઈ ગાંઠ તો નથી ને, જો તમને કોઈ પણ ગાંઠ અનુભવાય છે, તો તરત જ તેને ડોક્ટરને બતાવો. ઉપરાંત વર્ષમાં એકવાર પેપ સ્મીયર અને મેમોગ્રામ ટેસ્ટ પણ કરાવી શકાય છે. કેન્સરની વહેલી તકે જાણ થવાથી તેના સજા થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે.

કોલેસ્ટ્રોલ ટેસ્ટ

શરીરમાં કોલેસ્ટ્રોલનું અતિશય સ્તર હૃદય રોગ અને સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે. જોકે કેટલાક આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. પરંતુ તેની અવગણના કરવાથી ખતરનાક પરિણામો ભોગાવવા પડી શકે છે. 40 પછીની સ્ત્રીઓએ દર 3-4 વર્ષે એકવાર કોલેસ્ટ્રોલ તપાસ કરાવવી જોઇએ. તમારું કુલ કોલેસ્ટરોલ 200mg/dL કરતા ઓછું હોવું જોઈએ.

ઑસ્ટિયોપોરોસિસ ટેસ્ટ

ઑસ્ટિયોપોરોસિસ એ રોગ છે, જેમાં તમારા હાડકા નબળાં થવા લાગે છે અને તેના ફ્રેક્ચર થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આંકડા મુજબ પુરુષો કરતા આ રોગ મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. એક વેબસાઇટ મુજબ ઑસ્ટિયોપોરોસિસથી પ્રભાવિત 1 કરોડ અમેરિકાના દર્દીઓમાં 80 લાખ માત્ર મહિલાઓ જ છે. ઉંમર વધવાની સાથે મહિલાઓમાં તેનો ખતરો વધી જાય છે. તેની તપાસ કરાવવા માટે તમે DEXA સ્કેન કરાવી શકો છો. તમારા હાડકાના સ્વાસ્થ્યને જોઇ ડોક્ટર કહી શકે છે કે તમને કેટલા સમયમાં આ ટેસ્ટ કરાવવો જોઇએ.

બ્લડ પ્રેશર ટેસ્ટ

ઉંમર વધવાની સાથે થતી સમસ્યાઓમાં હાઈ બ્લડ પ્રેશર સામાન્ય સમસ્યા છે. પરંતુ આ જેટલી સામાન્ય છે, એટલી જ ગંભીર પણ છે. હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ ના કરવા પર હાર્ટ અટેક અને સ્ટ્રોક આવી શકે છે. જોકે દવાઓ અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવાથી તેને નિયંત્રિત કરી શકાય છે. તમારે ડોક્ટરની સલાહ મુજબ સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરાવી લેવુ. તેના માટે તમે ઘરે જ બ્લડ પ્રેશર મોનિટર લાવીને રાખી શકો છો.

ડાયબિટીઝ ટેસ્ટ

જો તમારી જીવનશૈલી સ્વસ્થ નથી રહી અને તમે સ્વસ્થ ખાણીપીણી, ધૂર્મપાન અથવા આલ્કોહોલનું સેવન કરો છો, તો તમારે ડાયબિટીઝ ટેસ્ટ કરાવવો જોઇએ. જોકે ડાયબિટીઝ કોઇને પણ થઇ શકે છે, પરંતુ આ વસ્તુ તેનું જોખમ વધારી દે છે. સમયાંતરે ફાસ્ટિંગ ડાયબિટીઝ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. તમે ઘરે પણ રેંડમ બ્લડ શુગર ટેસ્ટ કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ત્રીજી લહેર કરશે ઓછી અસર/ અમદાવાદમાં બીજી લહેર પછી 70 ટકા વસતીમાં બની ગઈ એન્ટીબોડી, આ સર્વેમાં થયો મોટો ખુલાસો

Harshad Patel

રેર કોઇન / જો તમારી પાસે છે જૂના સિક્કા તો ઘરે બેસીને બની શકો છો લખપતિ, 9 લાખ રૂપિયામાં વેચાઇ રહ્યો છે 2 રૂપિયાનો આ સિક્કો

Zainul Ansari

નસવાડી: ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, હેલ્મેટ વગરના વાહનચાલકોને અટકાવી કરાવ્યું આ કામ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!