GSTV
Gandhinagar Trending ગુજરાત

કોરોનાના વળતા પાણી/ ગાંધીનગરમાં પાંચ દિવસ બાદ 500થી ઓછા પોઝિટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

કોરોના

ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. પોઝિટીવ કેસનો આંકડો ૮૪૯ સુધી પહોંચ્યા બાદ હવે છેલ્લા બે દિવસથી કેસનો ગ્રાફ સુખદ રીતે નીચે ઉતરી રહ્યો છે. ગાંધીનગરમાં પાંચ દિવસ બાદ ફરી પાછા પોઝિટીવ કેસનો આંકડો ૫૦૦થી નીચે પહોંચ્યો છે. સોમવારે ૨૪ કલાક દરમિયાન કુલ ૪૭૩ કેસ નોંધાયા છે જેમાં પાટનગરના ૩૨૫ જ્યારે જિલ્લાના શહેરી તથા ગ્રામ્યવિસ્તારમાં મળીને ૧૪૮ દર્દીઓનો સમાવેશ થાય છે.

કોરોના

૨૪ કલાક દરમિયાન પાટનગરમાં વધુ ૩૨૫ જ્યારે જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ૧૪૮ મળી ૪૭૩ દર્દીઓ સામે ૩૦૯ ડિસ્ચાર્જ

છેલ્લા બે દિવસથી ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં પોઝિટીવ દર્દીની સંખ્યા ઘટતી જાય છે જેથી હવે ત્રીજી લહેરના વળતા પાણી હોવાનું લોકો માની રહ્યા છે પરંતુ સામે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધી રહી છે જે ચિંતાનો વિષય છે જેથી હાલ સાવચેત રહેવા અને માસ્ક પહેરવા માટે તબીબો તથા આરોગ્ય તંત્ર સુચન કરી રહ્યું છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા ઉપર નજર કરીએ તો તા.૧૮મી જાન્યુઆરીએ ૪૮૩ પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા ત્યાર બાદ સતત કોરોનાના કેસ ૫૦૦ને પાર જ રહ્યા છે એટલુ જ નહીં, ત્યાર બાદ ૮૪૯ કેસ સાથે ગાંધીનગરમાં કોરોના તેની સર્વોચ્ચ સપાટીએ પણ પહોંચી ગયો હતો જો કે ત્યાર બાદ સતત કેસ ઘટી રહ્યા છે જે સુખદ બાબત છે.

કોરોના

ગઇકાલે રવિવારે ૬૦૧ કેસ નોંધાયા હતા જ્યારે આજે તેમાં પણ ઘટાડો થયો છે અને કોરોનાનો ગ્રાફ ૫૦૦થી પણ નીચે ઉતર્યો છે. સોમવારે ૨૪ કલાક દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તારમાં એટલે કે, કોર્પોરેશન વિસ્તારમાં નવા ૩૨૫ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના કલોલ, દહેગામ અને માણસા શહેરી વિસ્તાર તથા ગ્રામ્યવિસ્તાર મળીને વધુ ૧૪૮ નવા કેસ પણ સો આવ્યા છે. સોમવારે નવા ૪૭૩ કેસ મળી આવ્યા છે. તો સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં પણ સુખદરીતે વધારો થઇ રહ્યો છે. અગાઉ કોરોનામાં પટકાયેલા ૩૦૯ દર્દીઓને સોમવારે કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi

મનના હારનારા હાર છે, મનના જીતનારાઓ જીત, જાણો નિષ્ફળતા સાથે જોડાયેલા અમૂલ્ય પાઠ

Kaushal Pancholi

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah
GSTV