GSTV

ફાઈવ ડે વર્કિંગ : સપ્તાહમાં ફક્ત 5 જ દિવસ નોકરી અને 2 દિવસ રજા, નોકરિયાતો માટે ખુશખબર

દૈનિક કામના કલાકો 12 કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અત્યારે કામના દૈનિક કલાકો આઠ ગણાય છે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે અંગે કેબિનેટ વિચારણા કરશે. પ્રસ્તાવ એવો છે કે કર્મચારીઓના કામના કલાકો 12 થશે, જ્યારે શ્રમિકોના આઠ કલાક પછીના સમયને ઓવરટાઈમ ગણવામાં આવશે. એ અંગે સ્પષ્ટ નિયમો જોકે સમય જતાં બનશે.

ભારતમાં અઠવાડિયે 48 કલાક કામ કરવાનો ધારો

ભારતમાં અઠવાડિયે 48 કલાક કામ કરવાનો ધારો છે. આ પ્રસ્તાવ પછી પણ કામના અઠવાડિક કલાકો તો 48 જ રહેશે. એટલે કે અત્યારે સપ્તાહમાં 6 દિવસ કામના (સિક્સ ડે વીક) હોય છે, તેના બદલે પાંચ જ દિવસ કામના (ફાઈવ ડે વીક) ગણાશે. આ પ્રસ્તાવ પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગને ધ્યાને રાખીને વિચારાયો છે.

ચાર કલાક વધારી દેવાય તો પરિવહનમાં મોટો ઘટાડો થાય

કર્મચારી ઘરેથી ઓફિસ જાય એ દરમિયાન પરિવહન સહિતના અનેક તબક્કે ઊર્જાનો વપરાશ કરતો હોય છે. સવારે જઈને સાંજે પરત આવવાનું જ છે, એટલે જો ચાર કલાક વધારી દેવાય તો પરિવહનમાં મોટો ઘટાડો થાય. બીજી તરફ એ હકીકત છે કે હવા પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો વાહનોનો જ છે. ફાઈવ ડે વીક થવાથી ઓફિસોને પણ સપ્તાહમાં બે દિવસ બંધ રાખી ઊર્જા-વીજળી બચાવી શકાય.

પાંચ કલાકથી વધારે સમય સળંગ કામ નહીં કરાવી શકાય

એ સિવાય ઘણા ખર્ચમાં કાપ મુકી શકાય. માટે અનેક દેશો આ સિસ્ટમ અપનાવે છે.  12 કલાક કરવામાં આવે તો પણ પાંચ કલાકથી વધારે સમય સળંગ કામ નહીં કરાવી શકાય. એટલે એ પ્રમાણે વચ્ચે રિશેષ-બ્રેકનો ઉમેરો કરવાનો રહેશે. આ પ્રસ્તાવ વિચારણાના તબક્કામાં છે અને સરકાર સંકળાયેલા તમામ પક્ષકારો પાસેથી આ અંગે સૂચનો પણ મંગાવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!