GSTV
Photos Trending

ભારતીય પાસપોર્ટ બતાવો અને આ 5 સુંદર દેશોની નાગરિકતા લો, સરળતાથી મળી જશે નોકરી

અમે તમને જણાવી દઈએ કે જો તમે વિદેશમાં મુસાફરી કરવા અથવા રહેવા ઈચ્છો છો અને તમારી પાસે વિઝા નથી, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. દુનિયામાં ઘણા એવા દેશ છે જે ભારતનો પાસપોર્ટ જોઈને જ પોતાના દેશની નાગરિકતા આપે છે. આ માટે તમારે ફક્ત કેટલાક દસ્તાવેજો બતાવવાના રહેશે. તો ચાલો જાણીએ તે દેશો વિશે.

અમારી યાદીમાં પ્રથમ નંબરે ઓસ્ટ્રિયા છે, જે માત્ર પાસપોર્ટના આધારે ભારતના નાગરિકોને નાગરિકતા આપે છે. ઑસ્ટ્રિયા ખૂબ જ સુંદર દેશ છે અને તમારે અહીં રહેવા માટે થોડી રકમ ખર્ચવી પડશે. ઑસ્ટ્રિયામાં રહેવા માટે, તમારે પહેલા તમારા દેશમાંથી અરજી કરવી પડશે, પછી તમને ડી વિઝા શ્રેણી હેઠળ છ મહિના રહેવાની પરવાનગી મળશે અને પછી તમે કાયમી નિવાસ પરમિટ માટે અરજી કરી શકો છો.

જો તમે ઠંડા દેશમાં રહીને શિયાળો અને સ્નોફૉલની મજા લેવા માંગો છો, તો બેલ્જિયમ તમારા માટે વધુ સારો વિકલ્પ હશે. લોકો ઘણીવાર બેલ્જિયમને તેના સ્વાદિષ્ટ ખોરાક માટે જાણે છે. બેલ્જિયમ થોડો મોંઘો દેશ છે અને જો તમે એકવાર અહીં આવી જાઓ તો તમને અહીંથી જવાનું મન નહીં થાય. જો તમારી આવક મોટી છે, તો તમે થોડુ પેમેન્ટ કરીને અહીંની નાગરિકતા લઈ શકો છો. એકવાર તમે બેલ્જિયમમાં નોકરી મેળવી લો, પછી તમે કાયમી નાગરિકતા માટે અરજી કરી શકો છો.

એક્વાડોરમાં પણ તમને ખૂબ જ સરળતાથી નાગરિકતા મળે છે. આમ તો, અહીંયા રહેવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી અને ના તો મોટા કાયદા. તમારે ફક્ત એ બતાવવાનું છે કે તમે દર મહિને $800 કમાઈ રહ્યા છો. જો તમે નિવૃત્ત વ્યક્તિ છો તો તમારા માટે સ્થાયી થવા માટે આ સૌથી યોગ્ય સ્થળ છે. તમને એક્વાડોરમાં મોટે ભાગે શાંત વાતાવરણ જોવા મળશે.

બેલીઝ મેક્સિકો અને ગ્વાટેમાલા વચ્ચે સ્થિત છે. આ દેશમાં મોટાભાગના લોકો અંગ્રેજી બોલે છે. અહીં રહેવાનો ખર્ચ ઘણો ઓછો છે. તમે અહીં બેલીઝમાં 30-દિવસના વિઝિટર વિઝા પર આવી શકો છો અને પછી તમે જ્યાં સુધી રહેવા માંગતા હોવ ત્યાં સુધી તમે તેને રિન્યૂ કરી શકો છો. જો તમે અહીં કાયમ માટે સ્થાયી થવા માંગતા હો, તો તમારે 1000 ડોલર અને કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

કોસ્ટા રિકા તેની જૈવ વિવિધતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. લોકો અવારનવાર અહીં મુસાફરી કરવા તેમજ સસ્તા ડેસ્ટિનેશન વેડિંગ માટે આવે છે. અહીં ફરવા માટેના મુખ્ય સ્થળો બીચ રિસોર્ટ છે. અહીંની મુખ્ય હોટેલો નાયરા સ્પ્રિંગ્સ, તુલેમાર બંગલોઝ અને વિલાસ, ગૈયા હોટેલ છે. જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે અહીં રહેવા માટે અરજી કરી શકો છો. અહીં નોકરી મેળવવી ખૂબ જ સરળ છે.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV