GSTV

ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં પૂરનો કેર, 10નાં મોત, 33 લાખ લોકોને અસર

Last Updated on July 16, 2019 by

દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં ૩૩ લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે જ્યારે બિહારના પૂર્વ ચંપારણમાં બે અલગ અલગ ઘટનાઓમાં પૂરના પાણીમાં પાંચ બાળકો ડૂબી ગયા હતા, જેથી બિહારમાં અત્યાર સુધીમાં કુલ મૃતાંક ૨૯ થઈ ગયો છે. મિઝોરમમાં પણ વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં.

ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓમાં નદીઓનું જળસ્તર જોખમી સ્તરથી ઉપર પહોંચી ગયું છે. આસામમાં ૩૩માંથી ૨૫ જિલ્લામાં પૂરના કારણે અંદાજે ૧૫ લાખથી વધુ લોકોને અસર થઈ છે. બિહારમાં બંને કાંઠે વહેતી નદીઓનું પાણી ઉત્તર બિહાર, કોસી અને સીમાંચલના જિલ્લાના ગામો અને શહેરોમાં ઘૂસી ગયું છે. વિવિધ જગ્યાઓ પર ૨૩ લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

તેમાં ઉત્તર બિહારમાં ૧૯ અને સીમાંચલમાં ૪ લોકોના મોત થયા છે. બિહારના જયસિંગપુર ગામમાં પૂરના પાણીમાં ડૂબી જતાં પાંચ અને છ વર્ષના બે બાળકનાં મોત નીપજ્યાં હતાં જ્યારે બુધવા ગામમાં કેનાલ નજીક પાણીનું વધેલું સ્તર જોવા ગયેલા ત્રણ બાળકોના પગ લપસી જતાં તેઓ કેનાલમાં પડી ગયા હતા અને તેમના મોત નીપજ્યાં હતાં. બીજીબાજુ બિહારના અરાઈમાં બે હજાર ઘરો અને બે ડઝનથી વધુ ગામોમાં પાણી ભરાયા છે.

જોકે, અહીં પાંચ ક્લાક પછી ડીએમ અને સ્થાનિક સાંસદ અશોક યાદવ પહોંચતા ગુસ્સે ભરાયેલા લોકોએ પાંચ ક્લાક સુધી સાંસદને બંધક બનાવ્યા હતા. લોકોએ રાહત સામગ્રી તેમના સુધી નહીં પહોંચવા અંગે સાંસદને ફરિયાદો કરી હતી. આસામમાં પણ ૩૩માંથી ૨૫ જિલ્લામાં પૂર જેવી સ્થિતિના કારણે ૧૫ લાખ લોકો પર અસર થઈ છે. રાજ્યમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને સાત થઈ છે.

અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પણ પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મિઝોરમમાં લુન્ગલેઈમાં ૩૨ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતાં ૧,૦૦૦ પરિવારોને સલામત સ્થળે ખસેડાયા છે. અહીં છેલ્લા સાત દિવસથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. મેઘાલયમાં પણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં વરસાદને કારણે ૧.૧૪ લાખ લોકોને અસર થઈ છે.

મુખ્યમંત્રી કોનરાડ સંગ્માએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે એમ સતત પરિસ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છીએ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ૧૧૯ ટીમો નિયુક્ત કરાઈ છે અને દિલ્હીમાં પરિસ્થિતિ પર નજર રાખવા કંટ્રોલ રૂમ બનાવાયો છે.

Read Also

Related posts

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel

BIG BREAKING: ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી લાલ કિલ્લા પર આપશે આમંત્રણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!