GSTV
India ટોપ સ્ટોરી

ભારતની ચેતવણી છતાં પાકિસ્તાને કર્યો શસ્ત્રવિરામનો ભંગ, અંકુશ રેખા પાસેની ફોરવર્ડ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર

ભારતની ચેતવણી છતાં પાકિસ્તાને સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો.  સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાને રાતે ૧ વાગ્યાથી પૂંચ સેક્ટરમાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ પર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો. જેના પગલે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજૌરી અને પૂંચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાની સેના દ્વારા પાંચ વખત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાકિસ્તાનની સેનાએ રાજૌરી જિલ્લાના કલાલ સેકટરમાં કોઇ પણ કારણ વગર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો. 

આ અગાઉ મંગળવારના રોજ રાજૌરીના નોવશેરાી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર ગોળીબાર શરૃ કરી દીધો હતો. ૨૦૧૮માં પાકિસ્તાની સેનાએ ભારત-પાક સરહદ પર ૨૯૩૬ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌૈથી વધુ છે. શસ્ત્રવિરામ અંગે ૨૦૦૩માં સમજૂતી થઇ હોવા છતાં પાકિસ્તાન સતત શસ્ત્રવિરામ ભંગ કરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા અને સરહદે વધતી જતી શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓને પગલે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા ગામોના લોકોની ચિંતામાં વધારો થયો છે.

Related posts

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત

Nakulsinh Gohil
GSTV