GSTV
Home » News » 2018ના વર્ષની 5 બોલીવુડ ફિલ્મો : લાગતું હતું ધબડકો વાળશે પરંતુ કરી ગઇ છપ્પરફાડ કમાણી

2018ના વર્ષની 5 બોલીવુડ ફિલ્મો : લાગતું હતું ધબડકો વાળશે પરંતુ કરી ગઇ છપ્પરફાડ કમાણી

વર્ષ 2018માં બોક્સ ઑફિસ પર મોટો ઉલટફેર જોવા મળ્યો. જ્યા આમિર-શાહરૂખ જેવા દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મો ટિકિટ બારી પર કંઇ ખાસ કલેક્શન ન કરી શકો તો એવી ઘણી નાના બજેટની ફિલ્મો આવી જેણે આશા કરતાં બે ગણું કલેક્શન કર્યુ, સાથે જ ટ્રેડ એનાલિસ્ટને પણ ચોંકાવી દીધાં. લીકથી હટકે બનેલી આ ફિલ્મોનો બૉક્સ ઑફિસ પર લાંબા સમય સુધી ડંકો વાગ્યો હતો.

અંધાધૂન

2018ના વર્ષમાં આયુષ્માન ખુરાનાની 2 ફિલ્મો રીલીઝ થઇ અને બંને સુપર હિટ રહી. એક્ટરની બજેટ ફિલ્મોએ ધૂમ કમાણી કરી. યૂનિક કોન્સેપ્ટના મૂવીઝ કરીને આયુષ્માને પોતાની એક એલગ ઓડિયન્સ ઉભી કરી છે. આ ફિલ્મ શ્રીરામ રાઘવને ડાયરેક્ટ કરી છે. લીડ રોલમાં આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બૂ જોવા મળ્યાં હતા. તેની ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર અંધાધૂનનું લાઇફટાઇમ કલેક્શન 74 કરોડ છે. તેવામાં ફિલ્મ વર્લ્ડવાઇડ 105.95 કરોજની કમાણી કરી. 20-25 કરોડના બેજટમાં બનેલી ફિલ્મને ઓડિયન્સનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

બધાઇ હો

આયુષ્માન ખુરાનાની અમિત શર્માના ડાયરેક્શનમાં બેનેલી ફિલ્મ બધાઇ હો 2018ના વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ રહી. ફિલ્મનું બજેટ લગભગ 20 કરોડ હતુ. પરંતુ બધાઇ હોનું લાઇફ ટાઇમ કલેક્શન ભારતમાં આશરે 137.54 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ દર્શકોને આટલી પસંદ આવશે તેવી આશા ન હતી. ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 221.35 કરોડ છે. આ ફિલ્મમાં આયુષ્માન ઉપરાંત નીના ગુપ્તા, ગજરાજ રાવ, સાન્યા મલ્હોત્રા અને સુરેખા સીકરી નજરે પડ્યાં.

સ્ત્રી

રાજ કુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠીની હૉરર કોમેડી ફિલ્મ સ્ત્રીએ તાબડતોબ કમાણી કરી. તેને અમર કૌશિકે ડાયરેક્ટ કરી હતી. મૂવીનું લાઇફટાઇમ કલેક્શન ભારતમાં 129.90 કરોડ છે. ફિલ્મનું બજેટ આશરે 30 કરોડ છે. સ્ત્રી વર્ષ 2018માં 100 કરોડ કમાનાર 9મી ફિલ્મ છે. સંત્રીમાં પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી, ફ્લોરા સેની, વિજય રાજ મુખ્ય ભુમિકામાં હતા.

સોનુ કે ટીટૂ કી સ્વીટી

લવ રંજનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સોનૂ કે ટીટુ કી સ્વીટીએ બૉક્સ ઑફિસ કલેક્શને ટ્રેડ પંડિતોને ચોંકાવી દીધાં હતાં. તેમાં નુસરત ભરુચા, કાર્તિક આર્યન, સની નિજર લીડ રોલમાં હતા. વર્ષની શરૂઆતમાં રિલિઝ થયેલી ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો. ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન 108.95 કરોડ રૂપિયા છે. ફિલ્મનું બજેટ માત્ર 24 કરોડ રૂપિયા છે.

બાગી-2


ટાઇગર શ્રોફ અને દિશા પટણીની ફિલ્મ બાદી-2 વર્ષ 2018ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક છે. તેને અહેમદ ખાને ડાયરેક્ટ કરી છે. કોઇને અંદાજ પણ ન હતો કે ટાઇગરની એક્શન ફિલ્મ આટલી કમાણી કરીને નવો રેકોર્ડ બનાવી દેશે. બાગી-2નું લાઇફટાઇમ કલેક્શન 164.38 કરોડ રૂપિયા છે. વર્લ્ડવાઇડ કલેક્શન 254.33 કરોડ છે. ફિલ્મનું બજેટ આશરે 75 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું ચે. બાગી-2 2018ની પાંચમી હાઇએસ્ટ ઓપનર રહી છે. ફિલ્મે પહેલા દિવસે 25 કરોડની કમાણી કરી.

Read Also

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!