GSTV
Cricket Photos Trending

IPL : છક્કા, ચોક્કાના બેતાજ બાદશાહ અને ધાકડ બોલર છતાં આ 5 ખેલાડી ન વેચાયા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝન માટે થયેલી હરાજીમાં જ્યાં જયદેવ ઉનડકટ અને વરૂણ ચક્રવર્તી જેવા યુવાન ખેલાડીઓની ધૂમ થઇ રહી છે, તો યુવરાજ સિંહ અને લસિથ મલિંગા જેવા ખેલાડી ફક્ત બેસ પ્રાઇસ જ કાઢી શક્યા છે. કેટલાંક એવા દિગ્ગજ પણ રહ્યાં છે, જેણે કોઇ પણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યા નથી. જેમાં સૌથી ચોંકાવનારા બ્રેન્ડન મેકલમનું નામ સામેલ છે.

બ્રેન્ડન મેકલમ (ન્યૂઝીલેન્ડ, બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ મેચમાં અણનમ 158 રનની તોફાની ઈનિંગ રમીને ઈતિહાસ રચનારા બ્રેન્ડન મેકલમ (2008માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિરુદ્ધ)ને આ વખતે કોઇ ખરીદનાર મળ્યો નહીં. ક્યારેક તોફાની બેટિંગના પર્યાય રહેનારા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન આ વખતે વેચાશે નહીં. આ વાતનો કદાચ જ અંદાજ રહ્યો હશે. બે કરોડ બેસ પ્રાઇસવાળા મેકલમ છેલ્લી સિઝનમાં આરસીબી માટે રમ્યા હતા, પરંતુ કંઇ ખાસ ઉકાળી શક્યા નહોતાં. 6 મેચમાં 127 રન બનાવ્યા હતાં.

ડેલ સ્ટેન (સાઉથ આફ્રિકા, બેસ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા )

પ્રશંસકોની વચ્ચે ‘સ્ટેન ગન’ નામથી પ્રખ્યાત ડેલ સ્ટેનની આક્રમકતા પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં જોવા મળશે નહીં. લાંબા સમય સુધી ઈજાથી પરેશાન રહેનારા સ્ટેન છેલ્લી બે IPL સીઝનમાં રમ્યા નથી. 2016માં છેલ્લી વખત તેમણે ભાગ લીધો હતો, પરંતુ ફક્ત 1 મેચ રમી શક્યા હતાં. ક્રિકેટ કેટલી ઝડપથી બદલાઇ રહી છે.

ક્રિસ વૉક્સ (ઈંગ્લેન્ડ, બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા)

ઈંગ્લેન્ડના ઑલરાઉન્ડર વોક્સે અત્યાર સુધી IPLની બે સિઝનમાં ભાગ લીધો છે. આ દરમ્યાન તેમણે શાનદાર બોલિંગ કરી છે, પરંતુ બેટિંગમાં ખાસ કાંદા કાઢી શક્યા નથી. આ જ કારણ છે કે પહેલાની સિઝનમાં તેમની પર 7.4 કરોડ રૂપિયાની બોલી લગાવનારી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝીએ તેમને રિલિઝ કરી દીધો હતો. બે કરોડ રૂપિયા બેસ પ્રાઇસવાળા આ દિગ્ગજ પર આ વખતે કોઇએ દાવ રમ્યો નથી.

શૉન માર્શ (ઓસ્ટ્રેલિયા, બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા)

IPLની હરાજીમાં નહી વેચવામાં સામેલ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શૉન માર્શ પણ છે. માર્શના નામે 71 IPL મેચોમાં 2477 રન નોંધાયેલા છે. 2008માં સદી ફટકારનારા મનપસંદ ખેલાડીઓમાં શૉન માર્શ પણ સામેલ હતાં. આ સતત બીજી સિઝન હશે, જ્યાં કિંગ્સ ઇલેવન પંજાબના ક્યારેક મનપસંદ ખેલાડી રહેલા માર્શ આ ટુર્નામેન્ટમાં રમશે નહીં.

એલેક્સ હેલ્સ (ઈંગ્લેન્ડ, બેસ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા)

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન હેલ્સ પણ વેચાયા નથી. આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનારા હેલ્સે માત્ર એક સીઝન 2018માં આઈપીએલ રમી હતી. સનરાઇઝર્સ હૈદ્રાબાદ તરફથી તેઓ 6 મેચમાં ફક્ત 45 રન બનાવી શક્યા હતાં.

READ ALSO

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV