સાહસી હોવાની સાથે-સાથે અત્યંત સુંદર હતી આ પાંચ મહારાણીઓ, જુઓ તસ્વીરો

ભારતનો ઈતિહાસ ઘણી વીર ગાથાઓ અને કહાનિઓથી ભરપૂર છે. જ્યારે આપણે આ કહાનિઓને વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ ત્યારે સમજાય છે કે વાસ્તવમાં તે વખતમાં રાજા-મહારાજાઓ અને શાસકોમાં કેટલુ સાહસ હતું. ફક્ત પુરૂષ નહીં, પરંતુ મહિલાઓએ પણ સમાન રીતે પોતાની વીરતાનો પરીચય આપ્યો છે. આ નિડર મહારાણીઓ સુંદર હતી, પરંતુ ખૂબ નિડર હતી. આજે આવી નિડર મહારાણીઓમાંથી પાંચ સુંદર મહારાણીઓનો ઉલ્લેખ તમારી સામે કરીશું.

મુમતાજ

મુમતાજના મહેલ વિશે કોણ જાણતુ નથી? આજે પણ તાજ મહેલ જોઈને શાહજહાં અને તેની પ્રેમ કહાની યાદ આવી જાય છે. આ સુંદર મુમતાજનો જન્મ 1593માં આગ્રામાં થયો હતો. પોતાના 14મા ગૌહરા બેગમને જન્મ આપતી વખતે તેનુ નિધન થયું હતું. નિધન બાદ તેમને આગ્રામાં જ દફનાવવામાં આવ્યા હતાં.

નૂરજહાં

જહાંગીરની 21મી બેગમ અને બાદશાહ અકબરના પ્રધાનની દીકરી હતી નૂરજહાં. તેમનો વિવાહ માત્ર 17 વર્ષની ઉંમરમાં અલીકુલી નામના એક ઈરાની સાથે થયો હતો. સન 1607 ઈ.માં જહાંગીરના દૂતોએ નૂરજહાંના પતિની હત્યા કરી દીધી અને ત્યારબાદ નૂરજહાંને જહાંગીરની ચિતામાં મૂકી દેવામાં આવી હતી. સન 1611માં જહાંગીરે નૂરજહાં સાથે નિકાહ કર્યા હતાં.

રાણી રૂપમતિ

જેમ કે તેમના નામ પરથી જ પ્રતિત થાય છે કે તેઓ દેખાવમાં ખૂબ સુંદર હતા. ટાંડાપુરના એક રાજપૂત પરીવાર સાથે તેમનો સંબંધ હતો. સુંદરતાની સાથે-સાથે તેમને ગાયન-વાદનનો પણ ખૂબ શોખ હતો. આ સાથે જ તેઓ ખૂબ નિડર હતાં.

રજિયા સુલ્તાન

દિલ્હી સલ્તનત પર રાજ કરનારી પ્રથમ મહિલા સુલ્તાન હતી રજિયા. તેમણે 1236 થી 1240 સુધી શાસન કર્યુ. ઈલ્તુમિશે રજિયાને જ ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી હતી. સાહસી રજિયાની એક રસપ્રદ બાબત હતી કે તેઓ હંમેશા પુરૂષો જેવા પોશાક પહેરતી હતી.

મહારાણી ગાયત્રી દેવી

જયપુરની મહારાણી ગાયત્રી દેવી વિશે વાત કરીએ. જેનો જન્મ વર્ષ 1919માં લંડનમાં થયો હતો. ગાયત્રી દેવી પશ્ચિમ બંગાળના કુચબિહારની રાજકુમારી હતી અને જયપુરના મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય સાથે તેમના લગ્ન થયા હતાં. જાણીતી ફેશન પત્રિકા વોગે તેમણે દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો હતો. આ પાંચ મહારાણીઓ સિવાય પણ ભારતના ઈતિહાસમાં બીજી પણ વીરાંગના અને સુંદર મહિલાઓનો ઉલ્લેખ છે, જેની યાદી ખૂબ લાંબી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter