Last Updated on February 25, 2021 by Pravin Makwana
સામાન્ય રીતે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક પીણું છે. પરંતુ તમે તેને વધુ અસરકારક બનાવી શકો છો. ગ્રીન ટીને વધુ હેલ્ધી બનાવવા માટે તમારે માત્ર આયુર્વેદિક વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો રહેશે. આમ તો ગ્રીન ટીનો પ્રયોગ અનેક સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. પરંતુ તેનો સૌથી વધુ પ્રયોગ લોકો વજન ઘટાડવા અને બોડીને ડિટોક્સ કરવા માટે કરે છે. તેમાં EGSG ભરપૂર માત્રામાં હોય છે જે એક એન્ટિઓક્સિડેન્ટ છે. તેમાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે તે એક એન્ટિ ઈંફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જે મેટાબોલિઝમ વધારે છે. ગ્રીન ટી ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવા માટે કારગર સાબિત થાય છે. તો આવો જાણીએ કે ગ્રીમ ટીમાં કઈ વસ્તુઓ ઉમેરીને આપણે તેની અસરને વધારી શકીએ છીએ.

લીંબુ
જો તમે ગ્રીન ટીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો તો તેનો સ્વાદ વધી જશે. પર્ડ્યૂ યૂનિવર્સિટી, ઈન્ડિયાના એક શોધકર્તાઓનું કહેવું છે કે, જો ગ્રીન ટીમાં લીંબુ અથવા સાઈટ્રસ જ્યૂસ ઉમેરીને પીવો તો તેનું એન્ટિઓક્સિડેન્ટ વધી જશે. જે શરીર માટે વધુ ફાયદાકારક છે. પરંતુ ક્યારેય પણ ગરમ ગ્રીન ટીમાં લીંબુ ન ઉમેરો. પહેલા ગ્રીન ટીને ઠંડી થવા દ્યો અને બાદમાં તેમાં લીંબું નિચોવો.

મધ
મધ તમને હેલ્ધી સ્કિન આપે છે. અને ઈમ્યૂનિટી સિસ્ટમને પણ મજબૂત કરી શકે છે. આ પ્રકારે તે શર્કરાના વિકલ્પના રૂપમાં ગ્રીન ટી સાથે પ્રયોગ કરી શકાય છે. ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. અને મધમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ. જે સાથે મળી આ પીણાને સુપર હેલ્ધી બનાવી શકે છે.

સ્ટીવિયાના પાન
સ્ટીવિયાના સેવનથી કેલેરી ઓછી થાય છે. અને સર્કરાનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહીં આ વજન ઓછું કરવામાં ફાયદાકારક છે. આ ઉપરાંત તે કોલેસ્ટ્રોલ સારું બનાવે છે. હકીકતમાં આ એક સુરક્ષિત અને પ્રાકૃતિક સ્વીટનર છે અને વગર કોઈ સાઈડઈફેક્ટતે ગ્રીન ટીને મીઠી બનાવી શકે છે.

ફોદીનાના પાન અને તજ
જો ગ્રીન ટીમાં ફોદીનાના પાન ઉમેરી તેનું સેવન કરવામાં આવે તો રોગ પ્રતિરક્ષા પ્રણાલીને વધારી અને પાચનમાં સુધારો કરી શકાય છે. તેમજ તજ તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. તે તમારી ઈમ્યુનિટીને વધારે છે.

આદુ
ગ્રીન ટીમાં આદુ ઉમેરીને પીવામાં આવે તો તેના અનેક ફાયદાઓ થાય છે. હકીકતમાં આદુ ઈમ્યૂનિટી વધારવા સાથે કેન્સલને કંટ્રોલ કરવામાં કારગત માનવામાં આવે છે. આ સાથે જ અસ્થમા, મધુપ્રમેહ, અને માસિક ધર્મની સમસ્યાનું પણ નિવારણ કરવામાં ઉપયોગી છે.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
