GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાએ ભારતની અર્થવ્યવસ્થાનું ચિત્ર બગાડ્યું , દુનિયામાં આવેલી મંદીની અસર

ભારતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે રેટિંગ સંસ્થા ફિચે ફરીવાર ભારતના જીડીપી દરમાં ઘટાડાનું અનુમાન કર્યુ છે. ફિચના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ભારતનો વિકાસ દર 0.8 ટકા એટલે કે એક ટકાથી ઓછો રહેશે.

અગાઉ 4.9 ટકા રહેવાનુ અનુમાન કર્યુ હતું

આ પહેલા ફિચે 2020-21માં ભારતનો વિકાસ દર 4.9 ટકા રહેલાનું અનુમાન કર્યુ હતુ. ફિંચના અનુમાન પ્રમાણે ભારતમાં ચાલુ વર્ષે સતત ત્રિમાસિક ગાળા દરમ્યાન નકારાત્મક વૃદ્ધિ રહશે. એપ્રિલથી જૂન સુધી માઈનસ 0.2 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી માઈનસ 0.1 ટકા વિકાસ દર રહેશે.

કોરોનાને કારણે મોટો ફટકો પડ્યો

ફિચના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન કુલ્ટરને જણાવ્યુ કે, કોરોનાના કારણે 2020માં દુનિયાના વિકાસ દરમાં 3.9 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. 2009માં જે મંદી આવી હતી, તેનાથી સૌથી મોટી મંદી દુનિયામાં આવી રહી છે. તો એડીબીએ 2020-20માં ભારતનો વિકાસ દર ચાર ટકા રહેવાનું અનુમાન કર્યુ છે. જ્યારે કે આઈએમએફે ભારતના વિકાસ દર 1.9 અને વિશ્વબેંકે 1.5 ટકાનું અનુમાન લગાવ્યુ છે.

READ ALSO

Related posts

હાલમાં ભારત નહી આવે વિજય માલ્યા, UK હાઈ કમિશને કહી આ મોટી વાત

Mansi Patel

ભરત સોલંકી સામે નરહરી અમીનનો જંગ : જે ભાજપ કરી રહ્યો છે એવું જ સોલંકી કેમ ન કરી શકે, નથી કોઈ વિકલ્પ

Dilip Patel

બાસુ ચેટર્જીના નિધન પર અમિતાભ બચ્ચને કર્યુ Tweet, કહ્યું- ‘રિમઝીમ ગીરે સાવન…’ આવે છે યાદ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!