GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોનાથી અર્થવ્યવસ્થાને લાગશે મોટો ઝટકો, 1% કરતા પણ ઓછો રહેશે ભારતનો ગ્રોથ

ફિચ રેટિંગ્સે ફરી એકવાર નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતના આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફિચે તેને ઘટાડીને 0.8 ટકા કરી દીધો છે. ફિચ રેટિંગ્સે જણાવ્યું છે કે કોરોનો વાયરસ રોગચાળો અને લોકડાઉનના કારણે દુનિયા અભૂતપૂર્વ વૈશ્વિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.

તેના વૈશ્વિક આર્થિક આઉટલુકમાં, ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર એપ્રિલ 2020 થી માર્ચ 2021 (નાણાકીય વર્ષ 21) દરમિયાન 0.8 ટકા ઘટી જશે, જે અગાઉના નાણાકીય વર્ષમાં અંદાજિત 4.9 ટકાની વૃદ્ધિ હતી. જોકે, વૃદ્ધિ દર 2021-22માં 6.7 ટકા રહેવાની ધારણા છે.

અન્ય એજન્સીઓ મુજબ આટલો રહી શકે છે GDP

  • વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, દેશનો આર્થિક વિકાસ દર 2020-21માં 1.5 થી 2.8 ટકા રહી શકે છે. 1991 માં થયેલા આર્થિક સુધારા પછીનો આ સૌથી ધીમો વિકાસ દર હશે.
  • એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ 2020-21માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ચાર ટકા થવાનો અંદાજ મૂક્યો હતો.
  • સેન્ટ્રમ ઈન્સ્ટીટ્યૂશનલ રિસર્ચ દ્વારા 2020-21માં આર્થિક વિકાસ દરનો અંદાજ 5.2 ટકાથી ઘટાડીને 3.1 ટકા કર્યો છે.
  • આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના અંદાજ મુજબ ભારતની વૃદ્ધિ 1.9 ટકા અને વર્લ્ડ બેંક મુજબ 1.5 ટકા અને 2.8 ટકાની વચ્ચે રહવાનો અંદાજ છે.
  • ક્રેડિટ રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 1.8 ટકા કરી દીધુ છે. કોરોના વાયરસના ચેપથી થતાં વૈશ્વિક રોગચાળાને પગલે આ કાપ મૂકવામાં આવ્યા હતા. એજન્સી અનુસાર, 2021-22માં તે વધીને 7.5 ટકા થઈ શકે છે.

READ ALSO

Related posts

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva

અમદાવાદનાં માર્ગો પર દોડતી થઈ રિક્ષા, જનજીવન ફરી થયું ધબકતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!