GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે પોરબંદરના બંદરો પર 3 નંબરનું સિંગ્નલ લગાવાયું છે. સ્થાનિક સમુદ્રી એજન્સીઓને સિગ્નલની જાણ કરવામાં આવી હતી. દરિયામાં આગામી 23 તારીખ સુધી માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાપટ્ટી વિસ્તારને પણ લો પ્રેશરથી એલર્ટ કરાયો છે.

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાયું છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયામાં તેની અસર જોવા મળી રહી છે. જૂનાગઢમાં માંગરોળનો દરિયો ગાંડોતૂર થયો છે. માંગરોળના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે. ભારે પવન ફૂંકાતા તંત્ર પણ એલર્ટ થયું છે. માંગરોળના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત આવી જવા સૂચના આપવામાં આવી છે. 

કેન્દ્ર શાસિત દીવમાં વાવાઝોડાની આગાહીને લીઘે માછીમારોને દરીયામાં ન જવા એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ પંથક તથા દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.બીજી તરફ દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો. દીવ, ઘોઘલા, વણાકબારા, નવાબંદરના માછીમારોને દરિયો ન ખેડવા કહેવામાં આવ્યું છે. દિવાના બંદર ઉપર બોટ માલિકોએ બોટો લાંગરી દીધી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે આરોપ

Mansi Patel

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે G7 સમિટ સપ્ટેમ્બર સુધી ટાળી, ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ કરવાની યોજના

Mansi Patel

ભારત-ચીન વચ્ચે વિવાદ વધુ ઘેરાયો, વધુ જવાનોને લદ્દાખમાં LAC તરફ કરાયા રવાના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!