હવે કૉર્ટે પૂરૂષોતમ સોંલકી પર જાળ નાખી, આ તારીખે કૉર્ટનાં દર્શન કરવા માટે જવું પડશે

ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (એસીબી)ના ખાસ અદાલતે શુક્રવારે રૂ. 400 કરોડના માછીમારી કૌભાંડમાં પુરુષોત્તમ સોલંકી સામે જામીન વોરંટ જાહેર કર્યું છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ આરએમ વોરાએ સોલંકી સામે વોરંટ રજુ કરી છે અને હવે ભાજપના નેતાને વોરંટ રદ કરવા માટે 2 માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે.

સોલંકી ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટ છેલ્લા અઠવાડિયે બંનેને સમન આપ્યું હતું. સુનાવણીના સમયે સંઘાણીનાં તેના વકીલ કોર્ટમાં હાજર હતા. સોલંકી અને તેના વકીલ હાજર ન રહેવા માટે કોર્ટે તેના વિરુદ્ધ વોરંટ જારી કરવું પડ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત હાઇકોર્ટે સોલંકી અને સંઘાણીને વિશેષ અદાલતમાં સુનાવણીને પડકારતી અરજીને નકારી કાઢી હતી.

21 નવેમ્બરે મંત્રી મંડળની બેઠકમાં મુખ્ય મુદો મંત્રી પુરૂષોતમ સોલંકીનો હતો. આ મુદે હાઇકમાન્ડ દ્વારા કોઇ કડક સુચના આપી કોળીની વાત રાજકીય વતુળોમાં ચર્ચાઇ રહી છે. એક તરફ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીનું નામ એસબીઆઇમાં ખુલ્યુ ત્યારે તેના એજન્ટ તરફી રાજય મંત્રી મંડળના મંત્રીના પીએનું નામ ખુલતા વહીવટી તંત્ર ચોકી ઉઠયું હતું. ત્યારે રાજયના મુખ્યમંત્રીનો વહીવટી કંટ્રોલ નહોતો. પરિણામે પ્રદેશ પ્રમુખ સામે પક્ષમાં વધતો જતો વિરોધ હતો. વડોદરાના તમામ ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો અને ત્યારે રાજયના પાટનગર સચિવાલયમાં મુખ્યમંત્રીનો કોઇ કંટ્રોલ પણ નહતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter