GSTV

પ્રથમ નોરતાની પહેલી રાત્રે અમિત શાહે માણસામાં પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા, શાહ નવરાત્રિમાં અચૂક આવે છે માણસા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે.

અમિત શાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે.

માણસામાં પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા

અમિત શાહ પહેલાથી જ માણસાના બહુચર માતાજી પર ખુબ જ આસ્થા ધરાવે છે. તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી હોવા છતા પણ દર નવરાત્રીએ માતાજીના દર્શન કરવા માટે આવતા રહે છે. શાહ પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ફોગાટનો બફાટ/ પ્રચારમાં ગયેલી બબીતાએ દલિત વિરોધી હલ્કી માનસિકતા દર્શાવતા કહ્યા અપમાનજનક શબ્દો, SC/ST એક્ટમાં ફરિયાદ

Pravin Makwana

સોલા સિવિલ લાંચ કેસ : ડોક્ટરે કોન્ટ્રક્ટર પાસે 30% લેખે કરી હતી લાંચની માગ, 10 લાખ પહેલા જ લઈ લીધા હતા

Nilesh Jethva

પીએમ મોદીએ ક્રુઝ બોટનું કર્યું લોકાર્પણ, વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળી નિહાળવાનો પ્રવાસીઓને મળશે આનંદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!