GSTV
Home » News » ત્રીજા લગ્ન કરવા વરરાજાને એટલા ભારે પડ્યા કે, પ્રથમ પત્નીએ મહેમાનોની હાજરીમાં એવો ધોઈ નાખ્યો કે કપડા પણ ફાટ્યા!

ત્રીજા લગ્ન કરવા વરરાજાને એટલા ભારે પડ્યા કે, પ્રથમ પત્નીએ મહેમાનોની હાજરીમાં એવો ધોઈ નાખ્યો કે કપડા પણ ફાટ્યા!

પાકિસ્તાનમાં એક વ્યક્તિને એ સમયે પોલીસની મદદ લેવી પડી કે તે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો, ત્યારે લગ્ન સ્થળ પર તેની પ્રથમ પત્ની પહોંચી ગઈ અને મહેમાનોની હાજરીમાં તેને ઢોરા માર માર્યો અને સાથે સાથે તેનાં કપડા પણ ફાડી નાખ્યા હતા. એક અહેવાલ મુજબ પોલીસે તે શખ્સને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.

એક અહેવાલ અનુસાર સોમવારે રાત્રીનાં રોજ મદીહા અને તેનાં પરિવારજનો કરાચીમાં આસિફ રફીકનાં લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા.

મદીહાનો દાવો હતો કે તેની અને રફીકનાં લગ્ન વર્ષ 2014માં યોજાયા છે. રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે રફીકે જિન્હા યૂનિવર્સીટીની એક કર્મચારી સાથે તેની સહમતિ વગર બીજ લગ્ન કર્યા હતા અને તેણે બીજા લગ્નનો વિરોધ કર્યો તો રફીકે માફી માંગી હતી અને ફક્ત તેની સાથે રહેવાનો વાયદો કર્યો હતો,

આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મદીહા અને તેના પરીવારે રફીકને ઢોર માર માર્યો અને તેના કપડા પણ ફાડી નાખ્યા હતા. પોલીસે પણ તેની ધરપકડ કર્યા પછી પણ તેને માર મારવામાં આવ્યો હતો. રફીકનું કહેવું એ છે કે તેણે મદીહાને તલાક આપી દીધા છે અને પુન:લગ્ન યોજવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂરનથી. આગળની તપાસ પોલીસ કરી રહી છે, ત્યારે તેણે વધુમાં જણાવ્યું કે એકજ સમયમાં ચાર મહીલાઓ સાથે લગ્ન કરવાનો તેનો અધિકાર છે.

READ ALSO

Related posts

દિલ્હી હિંસા: સરકારનો મહત્વનો નિર્ણય, નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

pratik shah

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!