આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 29 રાજ્યોમાંથી ઓછામાં ઓછી 282 સીટો એવી છે જેમાં પહેલી વખત મતદાન કરવાવાળા ફર્સ્ટ ટાઇમ વોટર્સ યુવાનોચાવીરૂપ ભૂમિકામાં છે. જો કે લોકસભાની આ બેઠકો સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી કરતા પણ વધારે છે. રસપ્રદ વાત એ છે કે આ 282 બેઠકો પર પહેલી વખત મતદાન કરનારા યુવાનોની સંખ્યા એટલી છે કે તે 2014માં આ બેઠકો પર જીતનાં અતમર કરતા પણ વધારે હશે.
2014ની ચૂંટણી કરતા આ વખતે યુવાનોની સંખ્યા વધારે
આકડાની દ્રષ્ટીએ જોઇએ તો 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફર્સ્ટ ટાઇમ વોટર્સની સંખ્યા 2014નાં યુવા મતદારોની સંખ્યા કરતા પણ વધારે છે. આગામી લોકસભા ચૂંટણી 2019માં અંદાજીત 801 કરોડ નવા મતદારો છે. બાબરી મસ્જીદને શહિદ કર્યા પછી અને મંડલ કમિશન હેઠળ લાગુ થયેલી અનામત પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યુવા મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. જે 282 બેઠકો પરથી પહેલી વખત યુવા મતદારો મોટી ભૂમિકા નિભાલી રહ્યા છે. તેમાંથી 217 સીટો તો મોટા રાજ્યોમાં છે. દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 1.49 લાખે નવા મતદારો ઉમેરાયા છે.
યુવા મતદારો પ્રથમ વખત કરશે મતદાન
આ મતદારો એવા છે,જેમનો જન્મ 1997થી 2001ની વચ્ચે થયો છે. ચૂંટણી પંચનાં ડેટાને આધારે આ માહિતી જાણવા મળી છે. એ વખતે દરેક લોકસભા ક્ષેત્રમાં સરેરાશ 1.49 લાખ મતદારો પહેલી વખત પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંખ્યા 2014માં 297 સીટ પર જીતનાં અંતર કરતા વધારે છે. તેમાંથી અનેક મતદારો એવા છે, જેમણે 2014 પછીની કોઇ પણ વિધાનસભા ચૂંટણીમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હોય. પરંતુ લોકસભા ચૂંટણીમાં તેમનાં માટે આ પહેલો મોકો છે જેમાં યુવાનો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
આ છે સીટોનું ગણિત
આંકડા પ્રમાણે 282 લોકસભા બેઠકોમાંથી 217 સીટો દેશનાં 12 મોટા રાજ્યોમાંથી છે. જેમાં પશ્ચિમ બંગાળની 32 સીટ,બિહારની 29 સીટ, ઉત્તર પ્રદેશની 24 સીટો, કર્ણાટક અને તમિલનાડુની 20-20 સીટો,રાજસ્થાન અને કેરળની 17-17 સીટો છે..
આ સાથે જ ઝારખંડની 13 સીટો, આંધ્ર પ્રદેશ અને મહારષ્ટ્રની 12-12, મધ્ય પ્રદેશની 11 સીટો અને આસામની 10 સીટોનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં તમામ પ્રકારની ખરાઇ કર્યા બાદ છેલ્લા જાહેર કરેલી મતદાર યાદીમાં કુલ 8 લાખ,6 હજાર 364 નવા મતદારોનાં નામ ઉમેરાયા છે.
સપા-બસપા આ વખતે એક સાથે
ઉત્તર પ્રદેશમાં મતદારોની સંખ્યા જોઇએ તો સરેરાશ 1.5 લાખ કરતા વધારે છે. જો કે આ સરેરાશ સંખ્યા અસલમાં 2014નાં જીતનાં અંતર કરતા ઓછી છે. 2014માં સપા-બસપા એ એકબીજા સામે ચૂંટણી લડી હતી. જ્યારે આ વખતે સમીકરણો કાંઇક અલગ જ છે. આ વખતની ચૂંટણીમાં બન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે