GSTV
Home » News » ભારતમાં પહેલીવાર ચહેરો સ્કેન કરાવીને નખાયા મત, આ રાજ્યની મ્યુનિસિપલની ચૂંટણીમાં કરાયો એપ્લિકેશનનો ઉપયોગ

ભારતમાં પહેલીવાર ચહેરો સ્કેન કરાવીને નખાયા મત, આ રાજ્યની મ્યુનિસિપલની ચૂંટણીમાં કરાયો એપ્લિકેશનનો ઉપયોગ

ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં બુધવારે તેલંગાણામાં મતદાન પ્રક્રિયા દરમિયાન મોટો બદલાવ જોવા મળ્યો હતો. અહીં મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારોને ઓળખવા માટે એક મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એપ્લિકેશનની મદદથી મતદાન કરતા પહેલા મતદારોની ઓળખ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, 2012માં ગુજરાતના સુરતમાં ઓનલાઇન મતદાનના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી.

એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મતદાન મથક પર હાજર ચૂંટણી કર્મચારીઓએ ટી-એપ ફોલીયો નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા મતદારોના ચહેરાને સ્કેન કર્યા. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એવું કરવા માટે વિશેષ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મતદાતા ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેટાનો નાશ કરવામાં આવશે.

ચૂંટણી પંચે આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘણા કાર્યકર્તાઓ અને રાજનેતાઓનાં વિરોધ છતાં પણ કર્યો હતો.  મંગળવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમિન (AIMIM) એ આ ટેક્નોલોજીને  પાછી ખેંચવા માટે તેલંગાણા ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. તેઓએ માંગ કરી કે તેના બદલે હાલની મતદાર ચકાસણી પ્રણાલીને મજબૂત બનાવવામાં આવે.

પ્રાઈવેસી એક્ટિવિસ્ટને ડર છે કે આનાથી ડેટા લીક થવાનું અને અયોગ્ય અસ્વીકારનું જોખમ છે, ખાસ કરીને જ્યારે ભારતે હજી સુધી ડેટા ગોપનીયતા કાયદો લાગુ કર્યો નથી. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ડેટા સંરક્ષણ બિલની ટીકા કર્યા પછી તેને સંસદીય સમિતિમાં મોકલી આપી છે. એશિયાના પોલિસી ડિરેક્ટર, એક્સેસ નાઉના એશિયા પોલિસી ડિરેક્ટર રમણ જીતસિંહ ચીમાએ જણાવ્યું છે કે તે કયા કાનૂની માળખા (ચહેરાની ઓળખ) હેઠળ વપરાય છે અને ડેટા કેવી રીતે સુરક્ષિત અને ઉપયોગમાં લેવામાં આવશે તે અસ્પષ્ટ છે.

ચૂંટણી પંચે પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે તેલંગણા રાજ્ય ટેક્નોલોજી સર્વિસીસના સર્વરો પર સંગ્રહિત ડેટા આ પ્રક્રિયા પછી ફોન પરથી કાઢી નાખવામાં આવશે. પરંતુ તે સ્પષ્ટ નથી કે પ્રક્રિયાને અનુસરવા માટે કોઈ કાનૂની માળખું છે અને તે કરવા માટે કોણ અધિકૃત (અને જવાબદાર) છે. આ પ્રક્રિયામાં ઉપયોગ કરાઈ રહેલાં ફોનના સુરક્ષા માપદંડોને લઈને કોઈ સ્પષ્ટતા નથી. મોટાભાગનાં ફોન ઓટોમેટિક રૂપથી ક્લાઉડ સર્વર પર ફોટા અપલોડ કરે છે. Android ફોન્સ પર ગૂગલ ફોટાઓથી અને એપલ પર આઈક્લાઉડથી. ગોપનીયતા કાયદો હોવા છતાં, અધિકારીઓ ચહેરાની ઓળખની ટેકોનોલોજીને વધારે છે. દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને ઓળખવા માટે ચહેરાનાની ઓળખનો ઉપયોગ કરી રહી છે. ખોવાયેલા છોકરાઓ અને છોકરીઓને ઓળખવા માટે પોલીસ દળ દ્વારા આ ટેકનોલોજીને મૂળરૂપથી લેવામાં આવી હતી.

READ ALSO

Related posts

1 લાખ લોકોની સામે આ ભૂલ કરી બેઠા ટ્રંપ, સોશિયલ મીડિયામાં જોરદાર મજા લઈ રહ્યા છે લોકો

Mansi Patel

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!