GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વાર બનશે આ ઘટના, ઈન્ડિયાની ટીમમાં રમશે આ વિકેટકીપરો

12મો વર્લ્ડ કપ ઝડપથી આગળ વધી રહ્યો છે. લગભગ એક મહિનામાં ઘણી મેચ જોવા મળી છે અને હજી આગળ વધુ જોવા મળશે. જોકે આ વર્લ્ડ કપમાં વરસાદ અને ખેલાડીઓની ઈજાએ ટીમને ઘણી નિરાશ કરી છે. પરંતુ કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ટીમના સાથી ખેલાડીઓની કિસ્મત ખુલી ગઈ છે અને તે વર્લ્ડ કપનો હિસ્સો બની ગયા છે.

એવી જ સ્થિતિ ટીમ ઈન્ડિયાની છે, શિખર ઘવનને ઈજા થવાના કારણે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો અને તેની જગ્યાએ રિષભ પંતને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું. તેનામાં રિષભ પંતને પ્લેઈંગ Xiમાં જગ્યા મળશે કે નહીં તે સમય બતાવશે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે અત્યારે ચાર વિકેટકિપર છે.

ટીમ ઈન્ડિયાની જવાબદારી અત્યારે અનુભવી મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં છે. અને તેની Xiમાં જગ્યા નક્કી છે. એ ઉપરાંત ટીમ પાસે રિઝર્વ વિકેટકિપરના રૂપમાં બેટ્સમેન દિનેશ કાર્તિક છે.

જેને ટીમમાં નંબર 4નો દાવેદાર માનવામાં આવે છે. એ ઉપરાંત પણ કે.એલ. રાહુલ જે IPLમાં પંજાબ અને બેંગ્લોર તરફથી વિકેટકીપિંગ કરી ચૂક્યો છે, તે ધવનની ગેરહાજરીમાં રોહિત સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.

અત્યારે ધવનની જગ્યાએ ટીમમાં સામેલ થયેલો રિષભ પંત પણ એક વિકેટકીપર બેટ્સમેન છે અને તે IPLમાં દિલ્લી માટે અને ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી વિકેટકીપિંગ કરી ચૂક્યો છે. જે કોઈ મેચમાં આ ચારને સાથે પ્લેઈંગ xiમાં જગ્યા મળશે તો વર્લ્ડ કપના ઈતિહાસમાં આ લગભગ આ પહેલી વાર હશે, કે કોઈ ટીમમાં ચાર વિક્ટકિપર રમશે.

Read Also

Related posts

આ પાડોશી દેશે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ રોકી દીધું

Pravin Makwana

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રેલવેએ બનાવ્યુ અનોખું ડિવાઈસ, અંતર ઘટશે તો વાગશે એલાર્મ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!