GSTV
Home » News » અમેરિકાના બ્યૂટી કોન્ટસ્ટમાં રચાયો ઈતિહાસ, 3 અશ્વેત યુવતિઓએ..

અમેરિકાના બ્યૂટી કોન્ટસ્ટમાં રચાયો ઈતિહાસ, 3 અશ્વેત યુવતિઓએ..

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મિસ અમેરિકા, મિસ યુએસ અને મિસ ટિન આ ત્રણેય ખિતાબ અસ્વેત યુવતીઓને મળ્યા છે. ન્યૂયોર્કમાં ગયા સપ્તાહે યોજાયેલી બ્યૂટી કોન્ટેસ્ટમાં મિસ ટીન અમેરિકાનો ખિતાબ કૈલી ગરિસ (18 વર્ષિય) અને મિસ યુએસનો ખિતાબ 27 વર્ષિય ચેસલી ક્રિસ્ટે(Cheslie Kryst) જીત્યો હતો. આ પહેલા સપ્ટેમ્બર 2018માં મિસ અમેરિકાના ખિતાબ ઉપર નિયા ફ્રેંકલિને કબ્જો જમાવ્યો હતો નિયા ફ્રેંકલિન પણ અશ્વેત છે.

જણાવી દઈએ કે, મિસ અમેરિકા પેજેંટે 1940ના દશક સુધી સ્પર્ધામાં ભાગ લેવાની પરવાનગી આપી ન હતી. એક્સટ્રેસ વૈનેસ વિલિયમ્સ 1983માં મિસ અમેરિકાનો ખિતાબ જીતવાવાળી પહેલી અશ્વેત મહિલા હતી, પરંતુ ન્યૂડ ફોટોને લઈને થયેલા વિવાદને કારણે તેમણે તમનો ખિતાબ પાછો આપવો પડ્યો હતો. મિસ યુએસએ સ્પર્ધામાં 1990 સુધી અશ્વેત ખેલાડીની જીત થઈ ન હતી. ત્યારબાદ જ મિસ ટીન યુએસએના ખિતાબની શરૂઆત થઈ હતી.

નોર્થ કોરોલિનાની રહેવાશી 27 વર્ષિય ચેસલી ક્રિસ્ટ (Cheslie Kryst) વ્યવસાયે વકિલ છે. તે સમાજ સેવાને લઈને કેદીઓ માટે પણ કામ કરે છે. ચેસલી ક્રિસ્ટ (Cheslie Kryst)નું આગળનું લક્ષ્યાંક મિસ યુનિવર્સનો ખિતાબ છે. આના માટે તે પહેલાથી જ તૈયારીમાં લાગી ગઈ છે. ચેસલી ક્રિસ્ટે ખિતાબ જીત્યા બાદ કહ્યું કે, હું નિરંતર આગળ વધવા માંગુ છું.નિયા ફ્રેંકલિનને સપ્ટેમ્બર 2018માં મિસ અમેરિકાનો ખિતાબ જીત્યો હતો. આ દરમિયાન તે પહેલીવાર સ્વિમસૂટ પહેર્યા વગર બહાર નિકળી હતી. તો બીજી તરફ કૈલી ગરિસે એપ્રિલમાં મિસ ટીન અમેરિકાનો ખિતાબ જીત્યો હતો.

READ ALSO

Related posts

ગૌહર પછી દલજીતે લગાવી શૈફાલીની ક્લાસ, શું સારી મા બિકિની નથી પહેરી શકતી?

Kaushik Bavishi

ઉદ્ધવ ઠાકરેનો પલટવાર, ભાજપે ક્યા આધારે જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી

Nilesh Jethva

સૂર્યવંશીનાં સેટ પર અક્ષય કુમાર રોહિત શેટ્ટી વચ્ચે થઈ આ ઘટનાં , વિડિયો થયો વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!