GSTV

નવા વર્ષે રદ થઈ શકે છે 2020ની પ્રથમ ટૅસ્ટ મેચ, જાણો શું છે કારણ…

સિડનીમાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ 3 મેચની ટૅસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલીયાને 2-0થી આગળ વધી રહ્યું છે, ત્યારે હવે આ શ્રેણીની છેલ્લી મૅચ શુક્રવારે સિડનીમાં રમવામાં આવશે. આ સીરીઝમાં કાંગારૂ ટીમનો ઉદ્દેશ્ય ન્યુઝીલેન્ડનો પૂર્ણ રીતે સાફાયો કરવાનો છે, પરંતુ કાંગારૂ ટીમના આ સ્વપ્નમાં વિઘ્ન જણાઈ રહ્યું છે. કારણ કે, શુક્રવારે સિડનીમાં યોજાનાર ત્રીજી ટૅસ્ટ મૅચ રદ થવાની શક્યતાઓ જણાઈ રહી છે.

માહિતી પ્રમાણે, સિડનીમાં વાયુ પ્રદુષણના ખતરાને કારણે ત્રીજી ટૅસ્ટ મૅચ રદ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ન્યુ સાઉથ વેલ્સમાં લાગેલી આગના કારણે સિડનીનું વાતાવરણ ખૂબ જ પ્રદુષિત અને ઝેરી થઈ ગયું છે. જેની સીધી અસર ક્રિકેટના ખેલાડીઓ પર પડી શકે છે.

સિડનીનું ખરાબ વાતાવરણ

સિડનીમાં ગુરૂવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાં પ્રદુષણનું પ્રમાણ પણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું હતું. જેથી શુક્રવાર અને શનિવારે સિડનીની હવામાં પ્રદુષણનું પ્રમાણ વધવાની શક્યાતાઓ રહેલી હોવાથી મૅચને રદ પણ કરવી પડી શકે છે.

જો કે, આ મૅચને રદ કરવાનો નિર્ણય રૅફરી અને અમ્પાયરો પર છોડવામાં આવ્યો છે. જો કોઈ ખેલાડી શ્વાસ લેવામાં તકલીફ પડવાની ફરીયાદ કરશે તો, અમ્પાયર મૅચને તરત જ રોકી દેશે. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલીયન જંગલમાં લાગેલી આગને કારણે સમગ્ર દેશનું વાતાવરણ ખૂબ જ પ્રદુષિત થઈ ગયું છે. આ આગમાં 15 લોકોના મોત અને હજારો લોકોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. હાલમાં 2500થી વધુ ફાયરબ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સિડની ટૅસ્ટ મૅચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના કૉચ જસ્ટિન લેંગરે કહ્યું હતું કે, જો વાતાવરણ ખરાબ હશે તો રમવું યોગ્ય નથી, આ માત્ર રમત જ છે. આ આગ સામે જે હજારો લોકો લડી રહ્યા છે, અમારી ભાવના તેમની સાથે છે. હું વાતાવરણની ગુણવત્તા કેવી છે તેનો નિર્ણય બીજા પર છોડું છું. જો કે, આ વાત સાચી છે કે, આ માત્ર એક રમત જ છે. હું મારા જીવનમાં પ્રથમ વખત જોઈ રહ્યો છું કે, આ રીતે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. જો ટૅસ્ટ મૅચ દરમિયાન વરસાદ થઈ જાય તો સારું રહેશે.

પીટર સિડલની ધુમાડાને કારણે તબીયત લથડી હતી

જણાવી દઈએ કે, બિગ બેશ લીગની એક મૅચ પ્રદુષણના કારણે જ રદ થઈ ગઈ હતી. કેનબરામાં એડિલેડ સ્ટ્રાઈક્સ અને સિડની થંડર્સની વચ્ચે યોજાયેલ આ મૅચને ધુમાડો અને ખરાબ વાતાવરણને કારણે રદ કરવામાં આવી હતી. જેમાં અચાનક વાતાવરણ બગડતા પીટર સિડલની તબીયત ખૂબ જ બગડી ગઈ હતી. પીટરને શ્વાસ લેવામાં તકલીફ પડતા ડૉક્ટરને પણ બોલાવવા પડ્યા હતા.

Read also

Related posts

PM મોદીએ અગ્રણી ખેલવીરો સાથે કરી મીટિંગ, સોશ્યલ ડિસ્ટન્સ માટે લોકોમાં જાગૃતિ લાવો

Bansari

PM મોદી રમી ગયાં ‘નંબર ગેમ’ અને જોતો રહી ગયો સચિન તેંડુલકર, મામલો જાણશો તો લાગશે નવાઇ

Bansari

શાહરૂખની ઑનસ્ક્રીન દીકરીના પિતાનું થયું નિધન, આ કારણે નહીં કરી શકે અંતિમ દર્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!