GSTV
Home » News » ‘October’નું પહેલું સૉન્ગ લૉન્ચ, વરુણ ધવન પર ભારે પડી બનિતા સંધૂ

‘October’નું પહેલું સૉન્ગ લૉન્ચ, વરુણ ધવન પર ભારે પડી બનિતા સંધૂ

વરુણ ધવન સ્ટારર ફિલ્મ ઑક્ટોબરના થીમ સૉન્ગ બીદ હવે ફિલ્મનું પહેલું સૉન્ગ રિલિઝ કરી દેવામાં આવ્યું છે. આ સૉન્ગ યંગ સિંગર રમાન મલિકે ગાયુ છે. આ સૉન્ગના લિરિક્સ અભિરૂચિ ચંદે લખ્યાં છે. આ સૉન્ગમાં બનિતા અને વરુણની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બનિતા પહેલી વાર બોલીવુડ ફિલ્મમાં પોતાની છાપ છોડવાની તૈયારીમાં લાગી રહી છે.

આ સૉન્ગને સોશિયલ મીડિયા પર સેર કરતા વરુણે લખ્યુ છે કે, આ એક એવુ સૉન્ગ છે, જાણે તમે તમારી ખૂબ જ નજીક હોય તેવા વ્યક્તિ સાથે થોડો વધુ સમય પસાર કરવા ઇચ્છો.

ફિલ્મની સ્ટોરી ડેન અને શુયૂલીની લવસ્ટોરી છે. આ સ્ટોરી બે હોટલ મેનેજમેન્ટ ટ્રેઇનીઝની લવસ્ટોરી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે કઇ રીતે મહત્વાકાંક્ષી ડેનના જીવનમાં એક દુર્ઘટના દ્વારા શિયૂલીની એન્ટ્રી થાય છે. ફિલ્મનું ડાયરેક્શન સૂજિત સરકારે કર્યુ છે. આ ફિલ્મ 13 એપ્રિલ 2018ના રોજ દેશભરમાં રિલિઝ થશે. તાજેતરમાં જ ફિલ્મ ઓક્ટોબરનું થીમ સૉન્ગ સોશિયલ મીડિયા પર લૉન્ચ કરવામાં આવ્યું હતું.

Related posts

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

57વર્ષના ટોમ ક્રૂઝે પોતાના એક્શનથી કર્યા ફેન્સને હેરાન, ટોપ ગન મેરવિકનો એક એક સીન છે અસલી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!