GSTV

વોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા

સાંસદ

Last Updated on July 26, 2021 by Damini Patel

તેલંગાણાની એક કોર્ટે શનિવારે મહબૂબાબાદના ટીઆરએસ સાંસદ મલોથ કવિતાને છ મહિનાની જેલની સજા સંભળાવી હતી. કવિતાને આ સજા વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને લાંચ આપવાના મામલામાં સંભળાવી હતી.

સાંસદો અને ધારાસભ્યોના કેસોની સુનાવણી કરનારી વિશેષ કોર્ટ દ્વારા કવિતાને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં કવિતા બીજા આરોપી છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા રહી ચુકેલા કવીતા સામે ચૂંટણી અિધકારીઓએ ભદ્રાદ્રી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

તરફેણમાં મત પડે તે માટે લોકોને લાંચ આપી રહ્યા હતા

તેમના પર આરોપ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓએ કવિતાની તરફેણમાં મત પડે તે માટે લોકોને લાંચ આપી રહ્યા હતા. કવિતાએ જણાવ્યું હતું કે તેને જામીન મળી ગયા છે. અને આ મામલે તે હાઇકોર્ટમાં અપીલ કરશે. આ પહેલા પણ આ જ મામલામાં કોર્ટે પહેલા આરોપી પાર્ટીના કાર્યકર્તા શૌકત અલીને પણ છ મહિનાની સજા કરવામાં આવી છે.

એટલે કે બન્ને આરોપીઓને એક સરખી સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલા આરોપી શૌકત અલી પર જ્યારે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે તેણે સ્વિકાર કર્યો હતો કે તેણે સાંસદ મલોથ કવિતાની તરફથી આપવામાં આવેલા પૈસા મતદારોને પ્રભાવીત કરવા માટે આપ્યા હતા.

એટલે કે સાંસદના તરફેણમાં મત પડે તે માટે આ લાંચ મતદારોને આપવામાં આવી હતી. જોકે તેની રકમ કેટલી હતી તે જાહેર કરવામાં નથી આવ્યું. હાલ સાંસદને લાંચના કેસમાં છ મહિનાની સજા લાંબા સમય બાદ આપવામાં આવી છે.

Read Also

Related posts

માથાનો દુ:ખાવો: જાડી ચામડીના અધિકારીઓ પાસે કામ કરાવવુ નવા નિશાળીયાઓ માટે અઘરૂ, નવા મંત્રીઓની પાઠશાળા લીધી

Pravin Makwana

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

ભારતની Agni-V પરમાણુ બેલાસ્ટિક મિસાઈલથી ચીનના પેટમાં તેલ રેડાયું, યુએનમાં કરી ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!