‘મોદી’ વેબસિરીઝનું પહેલું પોસ્ટર રિલીઝ થયું, જાણો ક્યાં મહિનેથી 10 એપિસોડની સિરીઝ રેગ્યુલર ચાલુ થશે

modi web series

PM મોદી પર વેબ સિરીઝ આવવાની છે તો સૌ કોઈને જાણ હશે જ. પરંતુ જોવા જેવી વાત એ છે કે લોકસભાની ચૂંટણી પણ એપ્રિલ મહિનામાં 11 તારીખથી શરૂ થઇ રહી છે. મેકર્સે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, ‘આ એક પ્રેરણાદાયક અને પાવરફુલ નેતાનાં જીવનની વાત છે.’ ફિલ્મના પ્રોડ્યૂસર બેન્ચમાર્ક પિક્ચર્સ છે અને ડિરેક્ટર ‘ઓહ માય ગોડ’, ‘102 નોટ આઉટ ફેમ’ ગુજરાતી ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ સિરીઝ ‘મોદી’નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે.

આ સિરિઝમાં મોદીનાં બાળપણ, યુવાની અને અત્યારના તબક્કાને દર્શાવવા માટે ત્રણ અલગ અલગ કલાકારો ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરને મોદીની ભૂમિકામાં લેવામાં આવ્યા છે. સિરીઝનું લેખન ચાણક્ય નાટકથી જાણીતા નાટ્યકાર અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સદસ્ય એવા મિહિર ભૂતા અને રાધિકા આનંદે કર્યું છે.

આ સિરીઝની સ્ટાર કાસ્ટમાં ગુજરાતી કલાકાર પ્રેમ ગઢવી પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં 12 વર્ષના બાળક મોદીથી લઈને 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની તેમની રાજકીય સફરને બતાવવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter