GSTV

હાઇ વોલ્ટેજ લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ, પ્રથમ તબકકામાં લોકસભાની 91 બેઠકો પર ચૂંટણી

Last Updated on March 19, 2019 by Mayur Vora

ઉલ્લેખનીય છે કે સાત તબક્કા પૈકી પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે થશે. જેમાં ૨૦ રાજ્યોની ૯૧ બેઠકો પર મતદાન થશે. 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ હાઇ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયાની શરૃઆત થઇ ગઇ છે જેમાં ભાજપ સત્તા પર ટકી રહેવાના પ્રયત્નો કરશે જ્યારે વિરોધ પક્ષો એકજૂથ થઇને ભાજપને હરાવવાના પ્રયત્નો કરશે.

ચૂંટણી પંચે આજે પ્રથમ તબક્કા મતદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષરવાળું નોટિફિકેશન જાહેર કર્યુ હતું. 

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું કાર્ય ૨૫ માર્ચ સુધી ચાલશે. ૨૬ માર્ચે ઉમેદવારી ફોર્મની સમીક્ષા કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૮ માર્ચ રહેશે.

૨૮ માર્ચની સાંજે ૯૧ બેઠકો પર કુલ કેટલા ઉમેદવારો લડશે તે સ્પષ્ટ થઇ જશે. પ્રથમ તબક્કામાં ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી થશે. જેમાં આંધ્ર પ્રદેશ(૨૫ બેઠકો), અરૃણાચલ પ્રદેશ(બે બેઠકો), મેઘાલય(બે બેઠકો), મિઝોરમ(એક બેઠક), નાગાલેન્ડ(એક બેઠક), સિક્કિમ(એક બેઠક), અંદામાન અને નિકોબાર(એક બેઠક), લક્ષદ્રીપ(એક બેઠક), તેલંગણા(૧૭ બેઠક) અને ઉત્તરાખંડ(પાંચ બેઠક)નો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની આઠ બેઠકો, પશ્ચિમ બંગાળની બે અને બિહારની ચાર બેઠકોે પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરની જમ્મુ અને બારામુલ્લા બેઠક ઉપર પણ ૧૧ એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન થશે.

Related posts

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

UP ચૂંટણી / કોંગ્રેસે જારી કરી ઉમેદવારોની બીજી લિસ્ટ, મહિલાઓને આપી પ્રાથમિકતા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!