GSTV
Home » News » ધોરણ 10 બોર્ડના પરિણામમાં શાશ્વત ઉપાધ્યાય રાજ્યમાં પ્રથમ ક્રમે, પરિવારમાં પણ બધા છે ટોપર

ધોરણ 10 બોર્ડના પરિણામમાં શાશ્વત ઉપાધ્યાય રાજ્યમાં પ્રથમ ક્રમે, પરિવારમાં પણ બધા છે ટોપર

standard 10th result

ધોરણ 10 બોર્ડના પરિણામમાં ઘણા ગરીબ અને મધ્યમ પરિવારના તેજસ્વી તારલાઓ ઝળક્યા છે. તો સાથે શાશ્વત ઉપાધ્યાય નામનો એક વિદ્યાર્થી એવો છે. જેમના પરિવારજનોમાં અગાઉ અનેક તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠ્યા છે. એસએસસીના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવનારા શાશ્વત ઉપાધ્યાયને 97.60 ટકા આવ્યા છે અને તેના દાદીમાએ એક્સ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. જેમાં તેમણે બોર્ડમાં આઠમો ક્રમાંક મેળવ્યો હતો. તેઓ 1962માં એસએસસીમાં ટોપર રહ્યા હતા અને બાદમાં ગ્રેજ્યુએટ થયા હતા. તો શાશ્વતના જીજાજી પણ વર્ષ 2013માં 12 સાયન્સમાં ટોપર રહી ચુક્યા છે.

શાશ્વત ઉપાધ્યાય

પરસેન્ટેજ:- 97.60% ગુજરાતમાં પહેલો ક્રમ

-:પરિવારની વિગત:-

પિતા- ડો. ચિરાગ ઉપાધ્યાય

  • SSC (1984)- 83%
  • 12 સાયન્સમાં સેન્ટ ઝેવિયર્સ મિર્ઝાપુરમાં અભ્યાસ કર્યો
  • B. j કોલેજમાં ભણ્યા

દાદીમા- જયાબેન ઉપાધ્યાય

  • SSC (1962)- 8મો નંબર
  • ધો. 6માં હતા ત્યારે લગ્ન કર્યા
  • Ex. Student તરીકે આપી પરીક્ષા Ssc બોર્ડમાં 8મો નંબર મેળવ્યો હતો.  1962માં ટોપર હતા અને ગ્રેજ્યુએટ થયા

બહેન- શ્રુતિ ઉપાધ્યાય

SSC (2011)- 94%

જીજાજી- વંદિત ઠકકર

  • 12 સાયન્સમાં બોર્ડમાં 2013માં ટોપ
  • શ્રી ગણેશ સ્કૂલ વાસણામાં જ અભ્યાસ કર્યો હતો.
  • 12th બાદ તેઓએ એનજીયરીગ કર્યું  અને ખાનગી કંપનીમાં જોબ કરે છે.

ગોંડલની પારખિયા ઋત્વિ સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.98 પર્સનટાઈલ સાથે દ્વિતીય સ્થાને

ધોરણ-10 નું બોર્ડનું પરિણામ 66.97 ટકા આવવા સાથે ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની પારખિયા ઋત્વિ એ સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.98 સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. જ્યારે સોરઠિયા વિશ્વા એ 99.96 સાથે  બોર્ડમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ સારી ટકાવારી મેળવીને સ્કૂલની ઉજ્જવળ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. આ પ્રસંગે શહેરમાં તમામ તેજસ્વી તારલાઓને બિરદાવતા મોટું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં હોદ્દેદારો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ શુભેચ્છકો સહિત સૌએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Read Also

Related posts

જય જગન્નાથના પ્રચંડ ઘોષ સાથે ભગવાન જગન્નાથજીની 142મી જળયાત્રાનો પ્રારંભ

Mayur

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

Mayur

હોંગકોંગમાં ચીન સામે રોષ ભભૂક્યો, લાખો લોકો રસ્તા પર ઉતરતા શહેર થંભી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!