મોદી-શાહની હાજરીમાં આજે પહેલી બેઠક, કૈંક રાજ્યોનાં ઉમેદવારોની યાદી થશે જાહેર

દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની આજે પહેલી બેઠક મળવાની છે. આ બેઠકમાં પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી સમિતિની બેઠક બાદ ભાજપ 100 ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે. બેઠકમાં ભાજપની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉમેદવારોના રિપોર્ટ કાર્ડ અંગે સમીક્ષા કરવામાં આવશે.

જે બાદ ચૂંટણી સમિતિ આ નામ પર અંતિમ મહોર લગાવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોના નામ પર પીએમ મોદીનો મત પણ લેવામાં આવશે જે બાદ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ આંધ્ર પ્રદેશ, કર્ણાટકની બેઠક સહિત વારાણસી બેઠક પર પીએમ મોદીના નામની ઔપચારિક જાહેરાત કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter