Video: આકાશ-શ્લોકાના રૉયલ વેડિંગ પહેલાં સામે આવી મહેતા પરિવારની કંકોત્રી, જુઓ શું છે ખાસ

Akash Shloka

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના લગ્ન ડાયમંડ કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થવાના છે. લગ્નના આડે બસ ગણતરીના દિવસ બાકી છે ત્યારે મહેતા પરિવાર તરફથી લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

શ્લોકાના વેડિંગ કાર્ડમાં શું છે ખાસ

akash-shloka

શ્લોકાના વેડિંગ કાર્ડમાં ફૉન્ટ માટે ગોલ્ડન ઇન્કનો યુઝ કરવામાં આવ્યો છે જે તેને વધુ રોયલ બનાવે છે. કાર્ડ પાંચ હિસ્સામાં છે. દરેક હિસ્સામાં શ્લોકા અને આકાશની વેડિંગ ડિટેલ્સ છે. આ ઉપરાંત મહેતા પરિવાર તરફથી ખાસ મેસેજ પણ છે. કાર્ડને ખાસ બનાવવા માટે તેમાં ગોલ્ડન ઇંક ઉપરાંત પેપર જેમ્સ, સ્ટોન્સની સાથે સાથે ગૂંથણ પણ કરવામાં આવ્યું છે.

લગ્નના લગભગ એક મહિના પહેલા અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશ-શ્લોકાના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. અંબાણી પરિવારની મ્યૂઝિકલ કંકોત્રી તો તમે જોઈ જ હશે. રાધા-ક્રિષ્નાની થીમ પર તૈયાર કરાયેલી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ કંકોત્રીના ખૂબ વખાણ પણ કર્યાં હતાં.

હવે રસેલ મહેતાએ પુત્રીના લગ્ન માટે તૈયાર કરાવેલી કંકોત્રીનો વીડિયો સામે આવ્યો છે. સિમ્પલ અને યૂનિક ડિઝાઈન પર તૈયાર થયેલી મહેતા પરિવારની કંકોત્રી પણ આકર્ષક છે.

જણાવી દઇએ કે લગ્ન પહેલા ફેબ્રુઆરીના અંતમાં જ મહેતા અને અંબાણી પરિવારે સ્વિત્ઝરલેન્ડમાં પ્રી-વેડિંગ પાર્ટી આપી હતી. પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવુડના કલાકારો સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યાર બાદ મુંબઈ આવ્યા બાદ તાજેતરમાં જ હેરી પોટર થીમ પર પાર્ટી રાખવામાં આવી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter