GSTV

RRTS ટ્રેનનો પહેલો લુક આવ્યો સામે, જાણો કેટલી હશે સ્પીડ અને ગુજરાતને શું થશે ફાયદો

રીજનલ રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ભારતમાં તે 180 કિમીની ઝડપે દોડનારી પહેલી ટ્રેન હશે. ત્યારે આ સમગ્ર ટ્રેનનું નિર્માણ મેક ઈન ઈન્ડિયા હેઠળ કરવામાં આવશે. આવાસ અને શહેરી મંત્રાલયના માધ્યમથી રૈપિડ ટ્રાંજિટ સિસ્ટમ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.

આત્મનિર્ભર ભારતનો પાંચમો સ્થંભ

આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું છે કે, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના પાંચ સ્થંભો માંથી એક છે. તે બહુ ગર્વની વાત છે કે આરઆરટીએસ માટે ઉચ્ચ ગતિ, ઉચ્ચ આવૃત્તિ વાળી ટ્રેન સમગ્ર રીતે મેક ઈન ઈન્ડિયા હેઠળ નિર્મિત કરવામાં આવી રહી છે.

કઈ કઈ હશે સુવિધા

સચિવે કહ્યું છે કે, સ્ટેનલેસ સ્ટીલથી બનેલી પર્યાવરણને અનુકુળ, ઉર્જા કુશળ ટ્રેન આર્થિક વિકાસમાં તેજી લઈને, આર્થિક અવસર પેદા કરીને વાયુ પ્રદુષણ, ભીડ અને દુર્ઘટનાઓથી કામ કરીને એનસીઆરમાં જીવનની ગુણવત્તામાં સુધાર કરશે. તેની સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તેણે જણાવ્યું છે કે, ટ્રેન હલ્કી અને સમગ્ર રીતે વાતાનુકુલિત હશે. પ્રત્યેકમાં છ સ્વયંચાલિત પ્લન ઈન પ્રકારના મોટા દરવાજા રહેશે. તે સિવાય ઓવરહેડ સામાન રૈક, મોબાઈલ-લેપટોપ ચાર્જીંગ સોકેટ અને અન્ય કોમ્પ્યુટર કેન્દ્રીત સુવિધાઓની સાથે ઓનબોર્ડ વાઈફાઈની સુવિધા રહશે.

ગુજરાતમાં થશે નિર્માણ

તો વર્ષ 2022 સુધી ટ્રેનનો પહેલા પ્રોટોટાઈપ નિર્મિત થઈ જશે અને પરિક્ષણ બાદ સાર્વજનિક ઉપયોગ માટે લાવવામાં આવશે. દિલ્હી-ગાજીયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના સમગ્ર રોલીંગ સ્ટોકને ગુજરાતના બોમ્બાર્ડિયરના સાવલી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે.

Related posts

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan

કોરોના દર્દીઓનું મગજ 10 વર્ષ ઘરડું થયાનો સંશોધનમાં ખુલાશો, સાજા થયા પછી માનસિક સ્થિતિમાં ઘટાડો

Karan

ફ્રેન્ચ પ્રોડક્ટની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં કૂદી પડ્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર, મેક્રોને સંભળાવી ખરીખોટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!