GSTV
Home » News » એમેઝોનના માલિક પણ વેચતા હતા બર્ગર, આ અરબપતિઓ વિશે જાણીને તમે પણ નવાઈ પામશો

એમેઝોનના માલિક પણ વેચતા હતા બર્ગર, આ અરબપતિઓ વિશે જાણીને તમે પણ નવાઈ પામશો

દુનિયામાં ઘણાં એવા ઉદાહરણો છે જેમા ક્યારેક લોકો ઘણાં ગરીબ હોય છે અને આજે દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં તેમના નામ છે. આ લોકોએ તેમની કારકીર્દિની શરૂઆતમાં થોડું કામ કર્યું હતું, પરંતુ તેઓ ક્યારેય હિંમત હાર્યા નહીં અને આ લોકો હજારો કરોડ રૂપિયાના માલિક હતા. આજે અમે તમને કેટલાક જાણીતા સેલિબ્રિટીઝ વિશે જણાવીશું જેણે તેમની કારકિર્દીની શરૂઆત એક નાનકડી નોકરીથી શરૂ કરી હતી.

જેફ બેઝોસ

ખૂબ ઓછા લોકો જાણે છે કે જેફ બેઝોસે(એમેઝોનના માલિક) જેઓ વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેમણે મેકડોનાલ્ડ્સમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જેફ બેઝોસે મેકડોનાલ્ડમાં બાળપણમાં કામ કરવાનું શરૂ કર્યું અને ફાસ્ટ ફૂડ ચેઇન કિચનમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું.

માઈકલ એસ. ડેલ

માઈકલ એસ.ડેલ વિશાળ કમ્પ્યુટર ટેકનોલોજી કંપની ડેલના સ્થાપક છે. માઈકલ એસ.ડેલે એક ચાઈનીઝ હોટલ સાથે કારકિર્દીની શરૂઆત કરી. માઈકલ એસ.ડેલ 12 વર્ષની ઉંમરે ચાઈનીઝ હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું.

રિચાર્ડ બ્રેન્સન

એક બૅરિસ્ટરના ઘરે જન્મેલા રિચાર્ડ ચાર્લ્સ નિકોલસ બ્રેન્સને બીમારીના કારણે 16 વર્ષની ઉંમરે તેમનો અભ્યાસ છોડી દીધો. પ્રથમ તેમણે એક સામયિક પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. બ્રેન્સન તેને ચલાવવા માટે એક નવી મ્યુઝિક રેકોર્ડ કંપની ખોલી. પ્રથમ અંકમાં તેમને 8 હજાર ડોલરની જાહેરાત મળી. બ્રૅન્સને જાહેરાતની કમાણીને પગલે મેગેઝિનની 50,000 નકલો મફત આપી. બ્રાનસન પ્રારંભિક સંઘર્ષો અને મુશ્કેલીઓ સાથે આગળ વધતા રહ્યાં અને આજે તે વર્જિન જૂથની 400 કંપનીઓ ધરાવે છે. કંપનીની શાખાઓ 35 દેશોમાં 70,000 થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.

ઇવાન સ્પીગલ

સ્નેપચેટના સ્થાપક ઇવાન સ્પીગલે રેડ બુલમાં ઇન્ટર્ન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ઇવાન સ્પિજેલનું આજે 540 મિલિયન યુએસ ડોલરના માલિક છે.

એલન મસ્કો

ટેસ્લાના સ્થાપક એલન મેસ્કોએ 12 વર્ષની વયે વીડિયો ગેમ્સના કોડને વેચીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારે વીડિયો ગેમને બ્લાસ્ટર્ડ કહેવામાં આવે છે.

જેક ડોર્સી

સોશિયલ મીડિયાના સૌથી મોટા પ્લેફોર્મ્સમાંના એક ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ એક મુલાકાતમાં સ્વીકાર્યું કે તેણે સોફટવેર કંપની તરીકેની પ્રથમ નોકરી માટે એક કંપનીના સર્વરને હેક કર્યુ હતુ.

READ ALSO

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!